પાલનપુરઃ બનાસકાંઠામાં ભાભર પાસે નર્મદાની કેનાલ પાસેથી નવજાત બાળક મળી આવ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
મમતાને લજવી, ભાભરમાં નર્મદા કેનાલની નજીકથી નવજાત બાળકનો મૃતદેહ મળ્યો
બનાસકાંઠામાં ભાભર પાસે નર્મદાની કેનાલ પાસેથી નવજાત બાળક મળી આવ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
લોકડાઉનના સમયમાં બનાસકાંઠામાં ભાભર પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલ પાસેથી નવજાત બાળકનો મૃતદહે મળી આવ્યો હતો. બનાવને પગલે આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. કોઈ અજાણી મહિલા નવજાત મૃત બાળકને ફેંકી ફરાર થઈ ગઈ હોવાનું જણાયુ હતું. મૃત બાળકનું મોઢું પણ કોઈ હૉસ્પિટલના કપડાથી લપેટલું હતું.
જો કે કોરોના વાઈઈરસના પગલે લોકોએ બાળકની નજીક જવાનું ટાળ્યું હતું, પરંતુ આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ તુરંત ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસે મૃતદેહને પીએમ માટે ભાભર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. એક તરફ લોકડાઉનનો સમય છે, લોકોએ ઘરેથી નીકળવા પર પણ પાબંધી છે, ત્યારે અજાણી મહિલા આ રીતે તેના તાજા જન્મેલા બાળકને ફેંકી ફરાર થઈ જતા લોકોમાં ફીટકારની લાગણી જોવા મળી હતી.