બનાસકાંઠા જિલ્લામાં ફરી પૂર જેવી સ્થિતિ
- જિલ્લાના 20 ગામોમાં પૂર જેવી સ્થિતિ
- જિલ્લાના અનેક વિસ્તારોમાં તળાવો ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં
બનાસકાંઠા જિલ્લામાં ફરી પુર જેવી સ્થિતિ સર્જાઈ
બનાસકાંઠાઃ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જિલ્લામાં તેમજ રાજસ્થાનના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાની નદી, નાળાઓ અને તળાવો છલકાયા છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં તળાવો ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે.
બનાસકાંઠા જિલ્લામાં ફરી પુર જેવી સ્થિતિ સર્જાઈ બનાસકાંઠા સહિત રાજસ્થાનના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કુચાવાડાના તળાવમાં પાણી આવતા તળાવ ઓવરફ્લો થયું છે. જેના કારણે 20 ગામોમાં પુર જેવી પરિસ્થિતિ થઇ છે. હાલ ધાનેરા હાઇવે, ગુગળ રોડ સહિતના માર્ગો પર પાણી વહી રહ્યું છે. સાથે આ પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયુ છે.
બનાસકાંઠા જિલ્લામાં ફરી પુર જેવી સ્થિતિ સર્જાઈ ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદના પગલે પાણીના પ્રવાહમાં એક બાઇક તણાયુ હતું, જોકે સ્થાનિકોએ બાઇક ચાલકને બચાવી લઈ બાઇક સાથે બહાર કાઢ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં ફરી પુર જેવી સ્થિતિ સર્જાઈ જિલ્લામાં હાલ 2015 અને 2017માં આવેલા પુર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
જિલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે ડીસા તાલુકાના 20થી વધુ ગામોમાં નુકસાનની ભીતિ જોવા મળી છે, પેછડાલ પાસેથી પસાર થતા વહોળો ઓવરફ્લો થતા તેનું પાણી આજુબાજુના અનેક ખેતરોમાં ફરી વળ્યું છે, જેના કારણે ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ લાવીને વાવેતર કર્યું છે તે તમામ બાજરી, મગફળી, કપાસ સહિતના પાક છે નષ્ટ થયો છે, અને ખેડૂતોને ફરી એકવાર રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં ફરી પુર જેવી સ્થિતિ સર્જાઈ જિલ્લામાં ખેડૂતો છેલ્લા બે વર્ષથી સતત નુકશાનનો સામનો કરી રહ્યા છે, અગાઉ પણ 2015 અને 2017માં ભારે પુર પ્રકોપને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. ત્યારબાદ છેલ્લા બે વર્ષથી સતત તીડ આક્રમણ, કમોસમી માવઠું અને દુષ્કાળ જેવી સ્થિતિને કારણે અહીંના ખેડૂતોની હાલત કફોડી બની હતી.
બનાસકાંઠા જિલ્લામાં ફરી પુર જેવી સ્થિતિ સર્જાઈ આ વર્ષે આમ તો અત્યાર સુધી વરસાદ ઓછો પડ્યો હતો જોકે, છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે અને રાજસ્થાનમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદ થતાં બનાસકાંઠાની નદીમાં પુર પ્રકોપ જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ડીસા તાલુકામાં ફરી એકવાર પૂર પ્રકોપ જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતો ચિંતીત બન્યા છે અને આ જ રીતે પાણીની આવક ચાલુ રહેશે તો ફરી એકવાર તબાહી સર્જાશે તેવો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે.