- પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાં લાગી આગ
- મોડી રાત્રે વીજ ડીપીમાં શોર્ટ સર્કિટથી લાગી આગ
- પાલનપુર ફાયર ફાઈટરે આગ પર કાબૂ મેળવ્યો
બનાસકાંઠા : જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં વીજ ડીપીમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં મોડી રાત્રે આગ લાગી હતી. વીજ ડીપીની નજીકમાં આવેલી ભંગારની લાઠીમાં આગ પકડાઈ જતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને લીધે લાઠીમાં રહેલો તમામ સમાન બળીને ખાખ થઈ ગયો હતો. તેના લીધે અંદાજિત દોઢેક લાખનું નુકસાન થવા પામ્યું હતું. બીજી તરફ પાલનપુર નગરપાલિકાના બે ફાયર ફાઈટરની મદદથી આગ પર કાબૂ મેળવાયો હતો. બીજી તરફ આગને પગલે શહેરના સમગ્ર કોટ વિસ્તારમાં વીજળી બંધ થઈ ગઇ હતી. 5 કલાક સુધી લોકોને અંધારામાં જ રાત વિતાવવી પડી હતી. મોડી રાત્રે 2 વાગ્યે વીજપુરવઠો પુનઃવત થતાં નગરજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
નગરપાલિકાના વોર્ડ નં.-4 અને 5ના સ્થાનિક કોર્પોરેટરો ઘટનાસ્થળે દોડી આવ્યા
પાલનપુર શહેરનાં માલણ દરવાજા વિસ્તારમાં લાગેલી આગને પગલે નગરપાલિકાના વોર્ડ નં.-4 અને 5ના સ્થાનિક કોર્પોરેટરો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને તાત્કાલિક નગરપાલિકાના ફાયર ફાઈટરને બોલાવતાં બે ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ઝડપથી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદની અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલમાં લાગી આગ
વીજ ડીપીમાં શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાથી સમગ્ર કોટ વિસ્તારની વીજળી બંધ કરાઇ