ગુજરાત

gujarat

ETV Bharat / state

ઇલેક્ટ્રોનિકની દુકાનમાં લાગી ભિષણ આગ, માલિકને લાખોનું રૂપિયાનું નુકસાન - બનાસકાંઠા તાજા સમાચાર

કોરોનાની મહામારીમાં જ્યારે ધંધા રોજગાર બંધ છે, ત્યારે હાલ બનાસકાંઠાના દિયોદરમાં એક ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આગ લાગતા દુકાનમાં રહેલી તમામ ચીજ વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હતી. જ્યારે દુકાન માલિકને લાખો રૂપિયાનું નુકસાન ગયું હતું.

ઇલેક્ટ્રોનિકની દુકાનમાં લાગી ભીષણ આગ, માલિકને લાખોનુ નુકશાન
ઇલેક્ટ્રોનિકની દુકાનમાં લાગી ભીષણ આગ, માલિકને લાખોનુ નુકશાન

By

Published : May 13, 2020, 3:12 PM IST

બનાસકાંઠાઃ દિયોદરમાં એક ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. દુકાનમાં રહેલા ઈલેક્ટ્રોનિક સામાન બળીને ખાખ થઇ જતા માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.

ઇલેક્ટ્રોનિકની દુકાનમાં લાગી ભીષણ આગ, માલિકને લાખોનુ નુકશાન

દિયોદરમાં માધવ કોમ્પલેક્ષમાં આવેલી વિહત સેલ્સ નમની ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં વહેલી સવારે આકસ્મિક આગ લાગી હતી. ઘટનાને પગલે દુકાન માલિક, ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો, પરંતુ આ આગની જવાળાઓમાં દુકાનમાં રહેલા ટીવી, ફ્રીઝ, એલઇડી ટીવી સહિત ઈલેક્ટ્રીક ઉપકરણો બળીને ખાખ થઇ જતા દુકાન માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયુ હતું.

ઇલેક્ટ્રોનિકની દુકાનમાં લાગી ભીષણ આગ, માલિકને લાખોનુ નુકશાન

એક તરફ લોકડાઉનના કારણે ધંધા રોજગાર બંધ છે, ત્યારે દુકાનમાં આગ લાગતા થયેલા નુકસાનથી દુકાન માલીકની હાલત કફોડી થઇ ગઇ હતી.

ABOUT THE AUTHOR

...view details