ગુજરાત

gujarat

ETV Bharat / state

દાંતીવાડાના રાજકોટ ગામે કરિયાણાની દુકાનમાં લાગી આગ - gujarati news

દાંતીવાડા તાલુકાના રાજકોટ ગામે શોર્ટ સર્કિટથી કરીયાણાની દુકાનમાં આગ લાગતાં દુકાનમાં રહેલો તમામ કરિયાણાનો સમાન બળીને ખાખ થઈ ગયો હતો.જો કે, ડીસા ફાયર ફાઈટરે આગ પર કાબૂ મેળવતા આગ કાબૂમાં આવી હતી.

દાંતીવાડાના રાજકોટ ગામે કરીયાણાની દુકાનમાં લાગી આગ
દાંતીવાડાના રાજકોટ ગામે કરીયાણાની દુકાનમાં લાગી આગ

By

Published : Feb 3, 2021, 8:44 AM IST

  • દાંતીવાડાના રાજકોટ ગામની ઘટના
  • કરિયાણાની દુકાનમાં આગ લાગતા અંદાજે દોઢથી બે લાખનો સામાન બળીને ખાખ
  • સદનસીબે કોઈ જ જાનહાની નહી

બનાસકાંઠા: દાંતીવાડા તાલુકાના રાજકોટ ગામે શોર્ટ સર્કિટથી કરિયાણાની દુકાનમાં આગ લાગતાં દુકાનમાં રહેલો તમામ કરિયાણાનો સમાન બળીને ખાખ થઈ ગયો હતો. ડીસા ફાયર ફાઈટરે આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી.

ડીસા ફાયર ફાઈટરે આગ પર કાબૂ મેળવવા કર્યો પ્રયાસ

સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો, દાંતીવાડા તાલુકાના રાજકોટ ગામે અલકેશભાઈ મેરાજી ગોકલાણી છેલ્લાં કેટલાંય સમયથી કરિયાણાની દુકાન ચલાવતાં હતા. ત્યારે અચાનક શોર્ટ સર્કિટના લીધે દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. અચાનક આગ લાગતા દુકાનમાં બેસેલા લોકો તાત્કાલિક સમયસૂચકતા વાપરી દુકાનમાંથી નીકળી ગયા હતાં.

દાંતીવાડાના રાજકોટ ગામે કરીયાણાની દુકાનમાં લાગી આગ

આગ લાગતા અંદાજે દોઢથી બે લાખનું નુકસાન

જોકે આગ એટલી વિકરાળ હતી કે દુકાનમાં રહેલો તમામ સમાન બળીને ખાખ થઈ ગયો હતો. જેમાં દુકાનદારને અંદાજીત દોઢથી બે લાખનું નુકસાન ભોગવવું પડ્યું હતું. આગને કાબૂમાં લેવા ડીસા ફાયર ફાઈટરની પણ મદદ લેવી પડી હતી. ફાયર ફાઈટરે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે સદનસીબે કોઈ જ જાનહાની થઈ નહોતી.

ABOUT THE AUTHOR

...view details