ગુજરાત

gujarat

ETV Bharat / state

થરાદના કરબૂણ ગામે ગૌશાળામાં આગ લાગતા અફડાતફરી સર્જાઈ - news in Tharad

બનાસકાંઠાના કરબૂણ ગામે ગૌશાળામાં શનિવારે રાત્રે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક લાગેલી આગમાં 1500 જેટલા ઘાસના પૂળા બળી જતા ગૌશાળાને અંદાજે પાંચ લાખનું નુકસાન થયું છે.

થરાદના કરબૂણ ગામે ગૌશાળામાં આગ લાગતા અફડાતફરી સર્જાઈ
થરાદના કરબૂણ ગામે ગૌશાળામાં આગ લાગતા અફડાતફરી સર્જાઈ

By

Published : Nov 8, 2020, 11:14 AM IST

  • થરાદના કરબૂણ ગામે મંદિરની ગૌશાળામાં લાગી આગ
  • ગૌશાળામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા
  • ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો

બનાસકાંઠા : થરાદ તાલુકાના કરબૂણ ગામે આવેલ શ્રીરામ ગૌશાળામાં શનિવારે રાત્રે અચાનક આગની ઘટના બની હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

1500 જેટલા ઘાસના પૂળા બળીને ખાખ

ગૌશાળામાં ગોડાઉન પાસેથી પસાર થતી વીજ લાઈનના કારણે અચાનક સોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. આગના કારણે 1500 જેટલા ઘાસના પૂળા બળી જતા અંદાજે પાંચ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું.

ABOUT THE AUTHOR

...view details