બનાસકાંઠાઃ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર સુઇગામ નજીક બે ટ્રક સામ સામે ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં આગ લાગતા એક ટ્રક ચાલક ઘટના સ્થળે ભડથું થઈ ગયો હતો. જ્યારે અન્ય ટ્રક ચાલક સહિતના લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાસકાંઠાના નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા આગ લાગી - Accident between two trucks near Suigam on Banaskanthan National Highway
બનાસકાંઠાના નેશનલ હાઈવે પર સુઇગામ નજીક બે ટ્રક સામ સામે ટકરાતા આકસ્માત સર્જાયો હતો. જેમાં આકસ્માત બાદ ટ્રકમાં આગ લાગતા ટ્રક ચાલક સહિતના લોકોને ઇજા પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
![બનાસકાંઠાના નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા આગ લાગી બનાસકાંઠાના નેશનલ હાઈવે સુઈગામ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા લાગી આગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6990340-522-6990340-1588163932012.jpg)
બનાસકાંઠાના નેશનલ હાઈવે સુઈગામ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા લાગી આગ
બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઇગામ પાસે અનાજ અને કોલસા ભરેલી ટ્રકો સામ સામે ટકરાતા સર્જાયેલા અકસ્માત બાદ આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળામાં એક ટ્રક ચાલક ઘટના સ્થળે ભડથું થઇ ગયો હતો. જ્યારે અન્યને ગંભીર ઇજા થઇ હતી.
આગ લાગવાના કારણે થરાદ અને ભાભર નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. જ્યારે સુઈગામ પોલીસ તેમજ મામલતદાર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.