બનાસકાંઠાઃ જિલ્લામાં ડીસાની ભણસાલી હોસ્પિટલ ખાતે આવેલા ફિઝિયોથેરાપિસ્ટ રૂમમાં ગુરૂવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ આગમાં રૂમમાં પડેલા લાખો રૂપિયાના મશીનો બળીને ખાખ થઇ ગયા હતા. જો કે, સદનસીબે કોઇ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.
ડીસાની ભણસાલી કોવિડ-19 હોસ્પિટલમાં લાગી આગ સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે કોરોના વાઇરસની સારવાર લોકોને મળી રહે તે માટે ઠેર ઠેર કોવિડ-19 હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા દર્દીઓને કોરોનાથી રાહત મળે તે માટે તમામ સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ અનેક જગ્યાઓ પર શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટનાઓ બહાર આવી રહી છે. અગાઉ પણ અમદાવાદ ખાતે કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાથી અનેક લોકો મોતને ભેટ્યા હતા અને મોટા પ્રમાણમાં નુકશાન થયું હતું. ત્યારે ગુરૂવારે વધુ એક આગની ઘટના ડીસા શહેરમાં બની હતી.
ડીસાની ભણસાલી કોવિડ-19 હોસ્પિટલમાં લાગી આગ ડીસાની ભણસાલી હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ બનાવવામાં આવી છે, જ્યાં હાલ અનેક કોરોના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ત્યારે આ હોસ્પિટલમાં આવેલા ફિઝિયોથેરાપિસ્ટ રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જે આગ લાગતા જ ભણસાલી હોસ્પિટલમાં હાજર સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમ છતાં આગ ધીમે ધીમે વધવા લાગી હતી. જેથી તાત્કાલિક ધોરણે ડોક્ટરો દ્વારા ડીસા નગરપાલિકામાં જાણ કરવામાં આવી હતી.
ડીસાની ભણસાલી કોવિડ-19 હોસ્પિટલમાં લાગી આગ આગની ઘટનાની જાણ થતા ડીસા નગર પાલિકાનો સ્ટાફ અને ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો શરૂ કર્યો હતો. જ્યાં અડધા કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં મેળવવામાં આવી હતી.
ડીસાની ભણસાલી કોવિડ-19 હોસ્પિટલમાં લાગી આગ આ આગને કારણે હોસ્પિટલમાં રૂપિયા પાંચ લાખ ઉપરાંતના મશીનરી બળીને ખાખ થઈ ગયા હતા. જો કે, સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.