- બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો વળ્યાં કેળાની ખેતી તરફ
- ડીસા તાલુકાના કાંટ ગામના ખેડૂતની અનોખી કેળાની ખેતી
- પૈસાના રોકાણ વગર કરે છે કેળાની ખેતી
- અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ
ડીસાઃ બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી સર્જાતા ખેડૂતોએ ખેતી કરવાનું છોડ્યું હતું પરંતુ ગુજરાતમાં મોદી સરકાર દ્વારા નર્મદાનું પાણી બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામ સુધી નહેર મારફતે લાવવામાં આવતા હાલમાં ખેડૂતો વિવિધ ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેડૂતો પોતાની ખેતી થકી હાલમાં ભારત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જાણીતા બન્યા છે. ખેડૂતો દિવસે ને દિવસે વિવિધ ખેતી કરી બનાસકાંઠા જિલ્લો જે વર્ષોથી પછાતપણું ધરાવતો હતો તે ધીમે ધીમે દૂર કરી રહ્યા છે.
ખેડૂતો કેળાની ખેતી તરફ વળ્યાં
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આમ તો વર્ષોથી પાણીની મોટી સમસ્યા હોવાનાં કારણે માત્ર સીઝન આધારિત ખેતી કરતા હતાં. પરંતુ દિવસેને દિવસે નવી ટેકનોલોજીમાં વધારો થતાં હાલમાં ખેડૂતો વિવિધ ખેતી તરફ વળ્યા છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો ચીલાચાલુ ખેતી છોડી હાલમાં સારી એવી ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. સરહદી વિસ્તારમાં દાડમની ખેતીમાં ખેડૂતો સારી એવી કમાણી કરી રહ્યા છે, તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ વાર ડ્રેગન ફ્રુટ, મશરૂમ, જીરેનિયમ અને સ્ટ્રોબેરી જેવી ખેતી કરી ખેડૂતો હાલમાં મોટી આવક મેળવી રહ્યા છે. આ સાથે જ ખેડૂતોએ હવે નવી ખેતીની શરૂઆત કરી છે. આમ તો કેળાની ખેતી ગુજરાતમાં નડિયાદ બાજુ સૌથી વધુ જોવા મળે છે. પરંતુ હવે કેળાની ખેતીમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર કરવા માટે તૈયાર થયા છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો હાલમાં કેળાની ખેતી કરી ઓછા રોકાણમાં સારી ખેતી કરી રહ્યા છે.