- ઝોલાછાપ ડૉક્ટર્સની કોરોનામાં લહેર
- ગામડાની ભોળી પ્રજાને છેતરી રહ્યા છે આવા ડોક્ટર્સ
- બનાસકાંઠામાંથી 1 ઝોલાછાપ ડોક્ટરની કરવામાં આવી ધરપકડ
બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ડૉક્ટરો ગ્રામીણ વિસ્તારની પ્રજાને છેતરી તેમની સારવાર કરતાં નજરે પડી રહ્યા છે. આ બાબતે અનેક વાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે પરંતુ આવા ડોકટરો સામે માત્ર કાગળ પર જ તપાસ થાય છે જેના કારણે અવારનવાર ગ્રામીણ વિસ્તારમાં ડોક્ટરો ભોળી પ્રજાને ઇન્જેક્શન અને દવાઓ આપી સારવાર કરતા નજરે પડતા હોય છે.
ગ્રામીણ વિસ્તારમાં વધુ ઝોલા છાપ ડોક્ટર્સ
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં આવા ડીગ્રી વગરના ડોક્ટરો જોવા મળે છે અગાઉ પર બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાંથી ગેરકાયદેસર દર્દીઓની સારવાર કરતા ડોકટરો ઝડપાયા છે. ફરી એકવાર કોરોનાવાયરસથી મહામારીમાં આવા અનેક ડિગ્રી વગરના ડોક્ટરો જોવા મળી રહ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે આવા ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ આવનારા સમયમાં આવા ડિગ્રી વગરના ડોક્ટરો ગ્રામીણ વિસ્તારોમાં બંધ થઈ શકે તેમ છે.