ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસાના ડોક્ટરે 52 સફળ ઓપરેશન કરી મ્યુકોરમાઈકોસીસના દર્દીઓને બચાવ્યા - બનાસકાંઠા સમાચાર

બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના વાઇરસની બીજી લહેર બાદ મ્યુકરમાઇકોસિસ નામના રોગે પણ કહેર મચાવ્યો હતો. આમ, આવી જીવલેણ અને ગંભીર બીમારીમાં પણ ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 52 જેટલા સફળ ઓપરેશન કરી ડીસાની ખાનગી હોસ્પિટલના તબીબે અનેક લોકોના જીવ બચાવ્યા હતા.

mucormycosis in banaskantha
ડીસાના ડોક્ટરે 52 સફળ ઓપરેશન કરી મ્યુકોરમાઈકોસીસના દર્દીઓને બચાવ્યા

By

Published : Jun 27, 2021, 10:11 PM IST

  • ગુજરાતમાં કોરોના બાદ મ્યુકરમાઇકોસિસના કેસમાં વધારો
  • બનાસકાંઠા જિલ્લાના ડોક્ટરે 52 જેટલા સફળ ઓપરેશન કર્યા
  • કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે લોકોએ સાવચેત રહેવા ડોક્ટરોની આપીલ

બનાસકાંઠા:ગુજરાતમાં કોરોના વાઇરસની બીજી લહેર વિકરાળ સાબિત થઇ હતી. મહામારીના સંક્રમણના કારણે સતત કેસોમાં વધારો થયો હતો. વધતાં જતાં કોરોના કેસના કારણે તમામ હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડ ખૂંટી પડ્યા હતા. જેના કારણે અનેક દર્દીઓને સમયસર સારવાર પણ મળતા દર્દીઓના મોત નિપજ્યા હતા. વધતાં જતાં કોરોના કેસના કારણે સૌથી વધુ ઓક્સિજનની અછત સર્જાઇ હતી. આ બાદ કોરોના કાળનો સમય પૂર્ણ થતાની સાથે જ મ્યુકરમાઇકોસિસના કેસ સામે આવવા લાગ્યા હતા. મ્યુકરમાઇકોસિસના કેસ આવતા ફરી એકવાર લોકો ભયમાં આવી ગયા હતા. એક બાદ એક મ્યુકરમાઇકોસિસના કેસ આવતા ગુજરાત સરકાર પણ ચિંતામાં મુકાઇ હતી. કારણ કે, મ્યુકરમાઇકોસિસની સારવાર દર્દીઓ માટે પીડાદાયક સહિત બીમારીમાં દવાનો ખર્ચો લાખો રૂપિયા થતો હોવાથી દર્દીઓ પણ ચિંતામાં મુકાયા હતા.

ડીસાના ડોક્ટરે 52 સફળ ઓપરેશન કરી મ્યુકોરમાઈકોસીસના દર્દીઓને બચાવ્યા

આ પણ વાંચો:વેરાવળમાં મ્યુકોરમાઈકોસીસની બીમારી માટે ખાસ વોર્ડ ઉભો કરવાની સોમનાથના ધારાસભ્યની માંગણી

ડીસાના ડોક્ટરે મ્યુકરમાઇકોસિસના 52 દર્દીઓ બચાવ્યા

કોરોના વાઇરસની બીજી લહેર બાદ ઉંમરલાયક, બી.પી, ડાયાબિટીસ વાળા દર્દીઓને દવાની સાઇડ ઇફેકટના કારણે મ્યુકરમાઇકોસિસ નામના જીવલેણ રોગે ગંભીર પરિસ્થિતિ પેદા કરી હતી. આવી ગંભીર પરિસ્થિતિમાં પણ ડીસાની એક ખાનગી હોસ્પિટલના ડો. મનોજ અમીને 52 જેટલા લોકોના જીવ બચાવ્યા હતા. મ્યુકરમાઇકોસિસ થયા બાદ તાત્કાલિક તેનું ઓપરેશન કે સારવાર કરવામાં ન આવે તો કે જીવલેણ સાબિત થઇ શકે છે.

ડીસાના ડોક્ટરે 52 સફળ ઓપરેશન કરી મ્યુકોરમાઈકોસીસના દર્દીઓને બચાવ્યા

આ પણ વાંચો:સૌથી નાની વયની બાળકીમાં મ્યુકરમાઈકોસિસ, રાજકોટ સિવિલમાં કરાઈ સર્જરી

બનાસકાંઠામાં મ્યુકરમાઇકોસિસના 200 દર્દીઓ આવ્યા સામે

બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 200થી પણ વધુ દર્દીઓ નોંધાઇ ચુક્યા છે. દોઢ મહિના અગાઉ જ્યારે મ્યુકરમાઇકોસિસ તેની ચરમસીમાએ હતો ત્યારે તેના સારવારમાં સૌથી વધુ ઉપયોગી એવા ઇન્ફોટેરેસીન બી ઇન્જેક્શન પણ ઉપલબ્ધ ન થતા હતા. તેમાં, લોકોના જીવ કઈ રીતે બચાવવો તે પણ એક મોટો સવાલ હતો. આથી, ડીસાના ડોક્ટર મનોજ અમીને ગાંધીનગર ખાતે એક હોસ્પિટલમાં ફરજ બજાવી હતી અને તેઓએ ત્યાં સૌથી વધુ 52 દર્દીઓના ઓપરેશન કરી તેઓને મ્યુકરમાઇકોસિસ નામના રોગમાંથી ઉગાર્યા હતા.

ડીસાના ડોક્ટરે 52 સફળ ઓપરેશન કરી મ્યુકોરમાઈકોસીસના દર્દીઓને બચાવ્યા

ABOUT THE AUTHOR

...view details