ગુજરાત

gujarat

ETV Bharat / state

વાવ તાલુકાના મોરીખા ગામે મહિલાને ગોંધી રાખવા બદલ ગુનો નોંધાયો - imprisoned woman

બનાસકાંઠા સરહદી વાવ તાલુકાના મોરીખા ગામે ગેરકાયદે લગ્ન કરીને શરીર સંબંધ બાંધવાના ઇરાદે રૂપિયા 1,20,000થી ખરીદી લાવીને ગોંધી રાખેલી મહિલાને છોડાવીને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Banaskantha
Banaskantha

By

Published : Mar 15, 2021, 8:34 PM IST

  • વાવના મોરિખા ગામના શખ્સ પાસેથી યુવતીને છોડાવી
  • યુવતી મહારાષ્ટ્રની હોવાનું બહાર આવ્યું
  • વાવ પોલીસે આરોપીના ખેતરમાં રેડ કરીને મહિલાને છોડાવી

બનાસકાંઠા: જિલ્લાના સરહદી વાવ તાલુકાના મોરિખા ગામે ગેરકાયદે રીતે લગ્ન કરીને શરીર સંબંધ બાંધવાના ઇરાદે રૂપિયા 1,20,000 લાખમાં વેચાણથી લાવીને ગોંધી રાખેલી મહિલાને છોડાવીને પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. યુવતીને ખરીદી લાવનારો આરોપી શોભાજી સવસીજી ઠાકોર, મદદ કરનાર આરોપી પ્રતાપજી ઠાકોર અને મહિલાને વેચાણ આપનાર શ્રવણ ઠાકોર એમ ત્રણેય શખ્સો સામે પોલીસે IPC કલમ 370, 344 તથા અનૈતિક વેપાર (પ્રતિબંધ) અધિનિયમ કલમ 6 (ખ) મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાવ તાલુકાના મોરીખા ગામે મહિલાને ગોંધી રાખવા બદલ ગુનો નોંધાયો

યુવતીનો કઈ રીતે સંપર્ક થયો તેની તપાસ હાથ ધરી

બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના શખ્સો સાથે મહારાષ્ટ્રની યુવતીનો કેવી રીતે સંપર્ક થયો છે અને આ પ્રકરણમાં હજુ કેટલા વ્યક્તિઓ સંડોવાયેલા છે તે મુદ્દે વાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :સુરતમાં યુવતીને ગોંધી રાખી શોષણ કરાયું, આરોપીએ યુવતીના ભાઇ-પિતાને મારી નાખવાની ધમકી આપી

ABOUT THE AUTHOR

...view details