- ડીસામાં કૃષિ બિલ મુદ્દે સંમેલન યોજાયું
- પાટણ અને બનાસકાંઠાના ખેડૂતો સંમેલનમાં જોડાયા
- ખેડૂતોનું નિવેદન : કૃષિ બિલનો ખેડૂતોને થશે ફાયદો
બનાસકાંઠા : કૃષિ બિલના વિરોધમાં હાલ સમગ્ર દેશમાં વિરોધ ચાલી રહ્યો છે, અને કૃષિ બિલ રદ કરવાની માંગ ઉઠી છે. ત્યારે ભાજપની સરકાર આ આંદોલન વધુ ન પ્રસરે જે માટે ભાજપમાં સંગઠનને મેદાનમાં ઉતાર્યું છે. સમગ્ર દેશમાં હાલ ભાજપના સંગઠનના હોદેદારો સમગ્ર કૃષિ બિલ વિશે માહિતી મેળવી કાર્યકરોને સમજાવી રહ્યા છે. જે કાર્યકરો ગામેગામ સુધી જઈ ખેડૂતોને સમજણ આપશે. જેથી કૃષિ બિલનો વિરોધ થતો અટકી શકે. ત્યારે બનાસકાંઠા અને પાટણના ભાજપના કાર્યકરોનું સંમેલન ડીસા ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી, પૂર્વ ગૃહપ્રધાન અને ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ જડફીયા, પ્રદેશ ભાજપ મહાપ્રધાન કે.સી પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને કૃષિ બિલ વિશે માહિતગાર કર્યા હતા.
ડીસામાં પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનું કૃષિ બિલ મામલે સંમેલન યોજાયું ખેડૂતોના ખભે બંદૂક મુકવાનું કામ વચેટિયાઓનું : ગોરધન જડફીયા
જેમાં ગોરધન જડફીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, દર વર્ષે સીધા 90 હજાર કરોડ ખેડૂતોના ખાતામાં સીધા નાખે તે સરકાર ખેડૂતોની દુશ્મન હોઈ શકે ખરા. બનાસકાંઠાને રણ માંથી રોકવાનું કામ મોદીએ નર્મદાનું પાણી આપીને કર્યું છે. AMPC સુધારાનું બિલ રજૂ કર્યું છે. ખેડૂતની જમીન વેચવાની, ગીરવે કે ભાડા પટ્ટાની કોઈ વાત નથી. ખેડૂત પોતાના માલની કિંમત જાતે કરી શકે તે બિલમાં લાવવામાં આવ્યું છે. MSP ની વાત કરવાનો અધિકાર કોંગ્રેસને નથી. જોકે, હાલ દેશમાં બદલાવ આવ્યો છે, તો કાયદા પણ બદલવા જરૂરી છે. બિલ આવ્યા બાદ તમારા ખેતર માં વેપારીઓની લાઇન લાગશે એ કામ સરકાર કરી રહી છે. મોટાભાગના પાકમાં 20 થી 60 ટકાનો વધારો પાંચ વર્ષમાં કર્યો છે. ખેડૂતોના ખભે બંદૂક મુકવાનું કામ વચેટિયાઓ કરે છે. હવે તમારે ક્યારેય બટાટા રોડ પર ફેંકવાનો વારો નહિ આવે તેમ જણાવ્યું હતું.
ડીસામાં પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનું કૃષિ બિલ મામલે સંમેલન યોજાયું
ખેડૂતોનું નિવેદન : કૃષિ બિલનો ખેડૂતોને થશે ફાયદો ડીસા ખાતે કૃષિ બિલ મુદ્દે યોજાયેલ સભામાં ઉપસ્થિત કેટલાંક ખેડૂતોએ સભામાં સંબોધન સાંભળ્યા બાદ જણાવ્યું હતું કે, સરકારના આ બિલથી ખેડૂતને કોઈ જ નુકસાન નથી, ઉલ્ટાનું ફાયદો થશે. ખેડૂતોને પુરા ભાવ મળશે. આ સાથે પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ખેડૂત ગેનાજીએ પણ આ કૃષિ બિલની તરફેણ કરી સરકાર ખેડૂતના હિતમાં બિલ લાવ્યું હોવાનું જણાવ્યું હતું. આ બિલ થકી આવનારા સમયમાં ખેડૂતોને પોતાના પાકમાં મોટો ફાયદો થશે તેવું જણાવ્યું હતું.
ડીસામાં પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનું કૃષિ બિલ મામલે સંમેલન યોજાયું
ખેડૂતોને સમજણ આપવા ભાજપના દિગજ્જ નેતાઓ મેદાનમાં દિલ્હીમાં ખેડૂતો જ્યારે આંદોલન ઉગ્ર બનાવી રહ્યા છે અને આ આંદોલનમાં ગુજરાતના ખેડૂતો ન જોડાય જે માટે ભાજપની સરકારે હવે સંગઠનના આગેવાનોને મેદાને ઉતાર્યા છે. ગામેગામ કૃષિ બિલ વિશે ખેડૂતોને માહિતીગાર કરવા આયોજન કરાયું છે. જેના ભાગરૂપે ડીસા ખાતે આ કૃષિ સંમેલન બોલાવવામાં આવ્યું હતું.