ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાજીમાં વર્ગ 3ના કર્મચારીઓની બેઠક યોજાઈ - અંબાજી સમાચાર

બનાસકાંઠાઃ જિલ્લાના અંબાજીમાં ગુજરાત રાજ્યના ઉચ્ચશિક્ષણ કમિશ્નરની કચેરી અને તેની સંલગ્ન કચેરીઓના ત્રીજા વર્ગના કર્મચારીઓની બેઠક શનિવારે યાત્રાધામ અંબાજી ખાતે મળી હતી. જેમાં રાજ્યભરની વિવિધ કચેરી મંડળના હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને વર્ગ-3ના કર્મચારીઓને સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા કરી હતી.

અંબાજીમાં વર્ગ 3ના કર્મચારીઓની બેઠક યોજાઈ

By

Published : Nov 23, 2019, 6:41 PM IST

અંબાજીમાં શનિવારે ગુજરાત રાજ્યના ઉચ્ચશિક્ષણ કમિશ્નરની કચેરી અને તેની સંલગ્ન કચેરીઓના ત્રીજા વર્ગના કર્મચારીઓની બેઠક મળી હતી. જેમાં કર્મચારીઓને મળતા લાભો ,બઢતીના પ્રશ્નો, માંગણીવાળી જગ્યાએ બદલી જેવા પ્રશ્નો સાથે કેડરમાં પ્રમોશન મોડા થતાં હોવાની ફરિયાદ ઉઠી હતી. સાથે પ્રમોશનમાં લાગતાં 40 મહિનાના સમયગાળામાં સુધારો કરવાની માગ કરાઈ હતી.

અંબાજીમાં વર્ગ 3ના કર્મચારીઓની બેઠક યોજાઈ

આ ઉપરાંત ખાતાકીય પરીક્ષાઓમાં બેવડા વલણને લઈ હકારાત્મક વલણ અપનાવા માગ કરાઈ હતી. ત્યારબાદ બેઠકના અંત ભાગમાં નિવૃત્ત કર્મચારીઓને શ્રીફળ આપી અને શાલ ઓઢાડી સન્માનિત કરાયાં હતાં.

ABOUT THE AUTHOR

...view details