ગુજરાત

gujarat

ETV Bharat / state

હૈદરાબાદ દુષ્કર્મ મામલો: યુવતીને ન્યાય આપાવવા ડીસામાં કેન્ડલ માર્ચનું આયોજન - ડીસામાં કેન્ડલ માર્ચ

બનાસકાંઠા: સમગ્ર દેશને ઝંઝોડી નાખનાર હૈદરાબાદના ડૉ.પ્રિયંકા રેડ્ડી કેસના પ્રત્યાઘાતો દેશભરમાં પડી રહ્યા છે. ત્યારે રવિવારે ડીસામાં પણ ડૉ.પ્રિયંકા રેડ્ડીની આત્માને શાંતિ મળે અને આરોપીઓને ફાંસીની સજા થાય તે માટે યુવાનો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

યુવાનોએ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું
યુવાનોએ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું

By

Published : Dec 1, 2019, 8:46 PM IST

દેશમાં મહિલાઓ સુરક્ષિત રહે તે માટે ભારત સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કાર્યક્રમો કરવામાં આવે છે. પરંતુ આજે પણ ભારત દેશમાં મહિલાઓ સુરક્ષિત જોવા મળતી નથી. ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી છેલ્લા એક મહિનામાં અનેક દુષ્કર્મના બનાવો સામે આવ્યા છે. આજે પણ દેશના અનેક ખૂણે નાની દિકરી હોય કે મોટી મહિલા કોઈપણ સુરક્ષિત રહ્યાં નથી.

હૈદરાબાદમાં બનેલી દુષ્કર્મની ઘટનાના પ્રત્યાઘાતો આજે સમગ્ર દેશમાં પડી રહ્યા છે અને ભારત દેશના લોકો એક જ માગ કરી રહ્યા છે કે, હૈદરાબાદની ડૉક્ટર પર થયેલ દુષ્કર્મના આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે અને ડૉક્ટર પ્રિયંકાને ન્યાય મળે તે માટે ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

યુવાનોએ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું

હૈદરાબાદના દુષ્કર્મ કેસના વિરોધમાં ડૉક્ટર પ્રિયંકા રેડ્ડીની આત્માને શાંતિ મળે તે માટે ડીસામાં શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે બાદ ડીસા શહેરના યુવાનો દ્વારા પ્રિયંકા રેડ્ડી મર્ડર કેસના આરોપીઓને ફાંસીની સજા મળે અને પ્રિયંકાને ન્યાય મળે તે માટે ડીસા શહેરમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત દુષ્કર્મ આચરનાર નરાધમોનું પુતળું બનાવી તમને સળગાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, તેલંગણાના રંગા રેડ્ડી જિલ્લામાં વેટરનીટી ડૉક્ટર પ્રિયંકા રેડ્ડી પર બે દિવસ પહેલાં દુષ્કર્મ આચરી આરોપીઓએ તેમને જીવતા સળગાવી દીધા હતા.

ABOUT THE AUTHOR

...view details