ગુજરાત

gujarat

ETV Bharat / state

દાંતા-અંબાજી માર્ગ વચ્ચે ધાબાવાળી વાવ પાસે રોડ બેસી જતા મોટો ભુવો પડ્યો

બનાસકાંઠામાં આવેલો દાંતા-અંબાજીનો માર્ગ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે. આ માર્ગનું લોકાર્પણ ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા 10 જુલાઇના રોજ કરવામાં આવ્યું હતું. માત્ર થોડા જ દિવસોમાં દાંતાથી અંબાજી માર્ગ વચ્ચે ધાબાવાળી વાવ પાસે અચાનક રોડ બેસી જતા મોટો ભુવો પડ્યો હતો. જેને લઈને અંબાજી-દાંતા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. કોઈ પ્રકારનો અકસ્માત સર્જાય તે પહેલા જ સિમેન્ટ-કાંકરેટ લાવીને મુખ્યહાઈવે પર પડેલા ભુવાને પુરી દેવામાં આવ્યો હતો.

દાંતા-અંબાજી માર્ગ વચ્ચે ધાબાવાળી વાવ પાસે રોડ બેસી જતા મોટો ભુવો પડ્યો
દાંતા-અંબાજી માર્ગ વચ્ચે ધાબાવાળી વાવ પાસે રોડ બેસી જતા મોટો ભુવો પડ્યો

By

Published : Jul 31, 2021, 7:10 AM IST

  • દાંતાથી અંબાજી માર્ગ વચ્ચે ધાબાવાળી વાવ પાસે રોડ બેસી જતા ભુવો પડ્યો
  • અકસ્માત સર્જાય તે પહેલા સિમેન્ટ-કાંકરેટ લાવીને ભુવો પુરી દેવામાં આવ્યો
  • માટીનું પુરાણ કરેલું છે ત્યાં ગાબડા પડવાની શક્યતાઓ

બનાસકાંઠા :અંબાજી આવતા ભક્તોનો સમય બચી જાય અને પહોંચવામાં સરળતા રહે તે માટે દાંતા-અંબાજીનો માર્ગ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે. ગઇકાલે થોડાક જ દિવસોમાં દાંતાથી અંબાજી વચ્ચેનો માર્ગ અચાનક જ તુટી જતા આ માર્ગને લઈને કોન્ટ્રાક્ટરો અને તાલુકાના અધિકારીઓ દ્વારા તાકીદ કરવામાં આવી છે.

ભુવાના કારણે અકસ્માતની ઘટના બનવાની શક્યતા

આ માર્ગ ઉપર મોટો ભુવો પડવાના સમાચાર વાયુ વેગે કોન્ટ્રાક્ટરોને મળતા તાત્કાલિક રાતોરાત સિમેન્ટ-કાંકરેટ લાવીને નાખીને ભુવાને પુરી દેવામાં આવ્યો છે. અંબાજી-દાંતા પંથકમાં ભારે વરસાદ પડે તો આ માર્ગ ઉપર જ્યા માટીનું પુરાણ કરવામાં આવ્યું છે. ત્યાં ગાબડા પડવાની શક્યતાઓ જોવા મળી રહી છે. આવી ઘટના બને તો અંબાજી માટે સતત ધમધમતા રહેતા માર્ગ ઉપર અકસ્માતની ઘટના બની શકે છે.

દાંતા-અંબાજી માર્ગ વચ્ચે ધાબાવાળી વાવ પાસે રોડ બેસી જતા મોટો ભુવો પડ્યો

આ પણ વાંચો : બારાબંકીમાં રોડ અકસ્માત : NHAIના ઘટના માટે જવાબદાર, ટોલ પ્લાઝાના કર્મચારીઓ વિરોદ્ધ FIR નોંધાઇ

ભુવો પડતા કોઈ ઘટના ઘટી નથી અને તુટેલા રસ્તાનું સમારકામ કરી દેવાયું

દાંતામાં મામલતદારના જણાવ્યા અનુસાર, આ ભવો પડતા કોઈ ઘટના ઘટી નથી અને તુટેલા રસ્તાનું સમારકામ કરી દેવાયુ છે. આર એન્ડ બીને તકેદારીના પગલા લેવા તાકીદ કરવામાં આવી હોવાનુ જણાવી રહ્યા છે. આ ભુવો પડતા કોઈ ઘટના ઘટી નથી અને તુટેલા રસ્તાનું સમારકામ કરી દેવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details