- સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઈ કેદ
- અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ
- રૂપિયા ભરેલી થેલી ગાડીમાં મૂકી ખેડૂત દાઢી કરાવવા ગયો હતો
બનાસકાંઠા: સરહદી વિસ્તારમાં અવારનવાર ચોરી થવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે બજારમાં ગાડીમાંથી રોકડ રકમ ભરેલા થેલાની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં વાવ તાલુકાના હરિ ભાઈ ઉદાભાઈ ચૌહાણ નામના ખેડૂત બેન્કમાંથી લોન લઈને ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન તે લોનની 2.38 લાખ રૂપિયાની થેલી ગાડીમાં મૂકી દાઢી કરાવવા માટે ગયા હતા જ્યારે દાઢી કરાવીને પરત આવ્યા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ ગાડીમાંથી રોકડ રકમ ભરેલી થેલીની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો.
હરિભાઈ ચૌહાણ નામના ખેડૂતે 2.378 લાખ રોકડ ભરેલી થેલી ગાડીમાં મૂકીને દાઢી કરાવવા ગયા હતા. જ્યારે દાઢી કરાવીને ગાડી પાસે આવીને જોયું તો રૂપિયા ભરેલી થેલીની ચોરી થઇ ગઇ હતી. જો કે આ સમગ્ર ઘટનાCCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ પણ વાંચો:રાજકોટ નજીક મંદિરની દાનપેટી ચોરી કરી ચોર ફરાર, ઘટના CCTV ફૂટેજ સામે આવ્યા