બનાસકાંઠા : કોરોનાના કહેર વચ્ચે પાલનપુર પાસે આવેલ આકેસણ ગામ નજીક એક સોસાયટીમાં અજગરનું બચ્ચું દેખાતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. અજગરનું બચ્ચું મળ્યું હોવાના સમાચાર મળતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તેમજ બચ્ચાને લઇ લોકો ભયભીત બની ગયા હતા.
બનાસકાંઠામાં પાલનપુર પાસેથી અજગરનું બચ્ચું મળી આવતા લોકો ભયભીત - A baby python found from Palanpur in Banaskantha
બનાસકાંઠામાં પાલનપુર પાસે આવેલ એક ગામમાં અજગરનું બચ્ચું મળી આવ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં બનાવને પગલે લોકો ભયભીત બની જતા સ્થાનિક ટીઆરબીના જવાને આવી અજગરના બચ્ચાને પકડી વન વિભાગને સોંપ્યું હતું.
બનાસકાંઠા
જ્યારે સ્થાનિક ટીઆરબીના જવાને દોડી આવી બચ્ચાને પકડ્યું હતું. તેમજ બાદમાં વનવિભાગ ને સોંપ્યું હતું. અજગરનું બચ્ચું પકડાઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.