ગુજરાત

gujarat

ETV Bharat / state

વાવ તાલુકાના ઢીમા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં 20 ફૂટનું ગાબડું - બનાસકાંઠાના તાજા સમાચાર

બનાસકાંઠાના સરહદી પંથકના ગામડાઓમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત છે. આ અંગે ખેડૂતોએ આક્ષેપ કર્યા કે, નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કેનાલો બનાવવામાં આવી છે. જેથી છાસવારે કેનાલમાં ગાબડું પડવાની ઘટના બને છે.

વાવ તાલુકાના ઢીમા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં 20 ફૂટનું ગાબડું
વાવ તાલુકાના ઢીમા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં 20 ફૂટનું ગાબડું

By

Published : Nov 15, 2020, 1:13 AM IST

  • ઇઢાટા ડિસ્ટ્રીબ્યુટરમાંથી પસાર થતી ઢીમા માઇનોર-2માં ગાબડું
  • બનાસકાંઠાના સરહદી પંથકમાં કેનલોનો કકળાટ
  • વારંવાર રજૂઆતો કરવા છતાં કેનાલ રિપેરીંગ નહીં થતા ખેડૂતોમાં રોષ

બનાસકાંઠાઃ વાવ પંથકની કેનાલોમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત છે. જેથી ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવે છે. ગત 15 દિવસથી ઇઢાટા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી પસાર થતી ઢીમા માઇનોર કેનાલ-2 તૂટેલી હાલતમાં પડી છે અને અધિકારીઓની અડોળાઈ સામે આવી રહી છે. જો કે, ઓછામાં ઓછા 3 દિવસમાં તૂટેલી કેનાલ રિપેરીંગ કરવાની હોય છે, પરંતુ આજે 15-15 દિવસ થવા છતાં કેનાલ હજુ તૂટેલી હાલતમાં છે.

વાવ તાલુકાના ઢીમા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં 20 ફૂટનું ગાબડું

કેનાલ રિપેર કરવાની ખેડૂતોની માગ

બનાસકાંઠાના છેવાડાના ગામડાઓમાં નર્મદા વિભાગ દ્વારા કેનાલો કાગળના ટુકડા જેવી બનાવી હોય તેવું લાગી રહ્યું છે. નર્મદાના અધિકારીઓની ઘોર બેદરકારી જોવા મળી રહી છે, જયારે ઢીમાં ગામના ખેડૂતોએ જણાવ્યાં મુજબ આ બાબતે અવાર-નવાર રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં કેનાલ રિપેરીંગ કરવામાં આવતી નથી. જેથી ખેડૂતોની કેનાલ રિપેર કરવાની માગ કરી રહ્યા છે.

કેનાલમાં 20 ફૂટનું ગાબડું

અધિકારીઓ પર ખેડૂતોએ કર્યા આક્ષેપ

સરહદી વિસ્તારોની કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત રહેતાં ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. જો કે, રવિ સિઝનમાં છોડાયેલા પ્રથમ પાણીથી કેનાલોમાં ગાબડાં પડતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. આ અંગે ખેડૂતોએ આક્ષેપ કરતા જણાવ્યું કે, કેનાલોની સાફ-સફાઈ કર્યા વિના પાણી છોડાતાં ગાબડાં પડી રહ્યાં છે. આ સાથે જ ખેડૂતો તાત્કાલિક કેનાલ રિપેર કરવાની માગ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details