ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં વધુ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 125 કેસ - બનાસકાંઠા જીલ્લામાં કોરોનાનું સંકટ

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંકટ વધી રહ્યું છે. જિલ્લામાં એક પછી એક કોરોના પોઝિટિવની સંખ્યા સામે આવી રહી છે. ત્યારે કોરોનના વધુ નવ પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 125 સુધી પહોંચી ગઈ છે.

બનાસકાંઠા
બનાસકાંઠા

By

Published : Jun 3, 2020, 8:24 PM IST

બનાસકાંઠા : જિલ્લામાં હજુ પણ કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા અટકવાનું નામ જ લેતી નથી. જિલ્લામાં જે રીતે કોરોના પોઝિટિવની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક છે.

જિલ્લામાં 2 જૂનના અલગ-અલગ રેન્ડમ વ્યક્તિઓના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેના રિપોર્ટ આજે બપોરે આવતા નવ જેટલા કેસ પોઝિટિવ નોંધાયા છે.

બનાસકાંઠા જિલ્લામાં આજે જે નવ પોઝિટિવ કેસ સામે આવ્યા છે તેમાં સાત દિયોદર તાલુકાનાં છે અને એક ડીસા તથા લાખણી તાલુકાનાં છે. હાલ જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા 125 સુધી પહોંચી ગઈ છે. આજે જે કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે તેમાં દિયોદર તાલુકાનાં મીઠી પાલડી ગામના 25 વર્ષીય કાનજીભાઈ રૂપાભાઇ બારોટ, દિયોદર તાલુકાના ધ્રાંડવ ગામના 24 વર્ષીય ઠાકોર સુરેશભાઇ રાજુભાઇ અને 25 વર્ષીય સુરેખાબેન ગોવિંદભાઈ ઠાકોર, દિયોદરના 35 વર્ષીય ઠાકોર ગોડાભાઈ કરશનભાઈ, 35 વર્ષીય વિજયભાઈ પારસમાન જૈન, દિયોદર તાલુકાનાં સોની ગામના 25 વર્ષીય હેતલબેન પ્રકાશભાઈ પરમાર, લાખણી તાલુકાનાં 21 વર્ષીય ઠાકોર અંતરાબેન મહેશભાઇ અને ડીસા શહેરના અસગરી પાર્કના 30 વર્ષીય કયુમભાઇ બરકતઅલી ખોખરનો સમાવેશ થાય છે.

જે જાહેર કરવામાં આવેલા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યાને લઈ ડીસા શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યાનો આંકડો 125 પર પહોંચી ગયો છે. જે રીતે કોરોનાનું સંક્રમણ બનાસકાંઠા જિલ્લામાં વધી રહ્યું છે તેને લઈ જિલ્લાના અધિક આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે કે, અત્યારે લોકો માસ્ક વગર બહાર નીકળીને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છે. તેને લઈ કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે જો લોકો કોરોના વાઇરસને લઈ ગંભીર નહીં બને આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસનો વિસ્ફોટ થઈ શકે તેમ છે.

બનાસકાંઠા જિલ્લામાં હવે કોરોના કાબૂ બહાર નીકળતો નજરે પડી રહ્યો છે અને જે રીતે જિલ્લામાં લોકડાઉન બાદ પરિસ્થિતી જોવા મળી રહી છે. તે જોતા આગામી સમયમાં જિલ્લાનું પ્રસાસન જિલ્લાવાસીઓને આપેલી છૂટછાટ પાછી ખેંચી લે તો નવાઈ નહીં. ત્યારે જિલ્લાની જનતાએ પણ હવે આ સંભવિત ખતરાને લઈ સરકારની ગાઈડલાઇનનું પાલન કરવું ખૂબ જરૂરી બની ગયું છે.

ABOUT THE AUTHOR

...view details