ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં વડગામના મેતા ગામમાં 82 આરોગ્યકર્મીએ કોરોનાની રસી મુકાવી - ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની રસી આપવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. જિલ્લામાં અત્યાર સુધી 3500થી વધુ વ્યક્તિ કોરોનાની રસી લઈ ચૂક્યા છે. રસીકરણ ઝુંબેશ હેઠળ આજે રવિવારે વડગામના મેતા ગામમાં 82 આરોગ્યકર્મીએ કોરોનાની રસી મુકાવી હતી.

બનાસકાંઠામાં વડગામના મેતા ગામમાં 82 આરોગ્યકર્મીએ કોરોનાની રસી મુકાવી
બનાસકાંઠામાં વડગામના મેતા ગામમાં 82 આરોગ્યકર્મીએ કોરોનાની રસી મુકાવી

By

Published : Feb 1, 2021, 3:51 PM IST

  • બનાસકાંઠામાં 3500થી વધુ આરોગ્યકર્મીને કોરોના રસી અપાઈ
  • આરોગ્ય કર્મચારીઓ, આશાવર્કર બહેનો અને આંગણવાડી કાર્યકરોએ મુકાવી રસી
  • મેતામાં PHCમાં 82 ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સે લીધી રસી

બનાસકાંઠાઃ અત્યાર સુધી કોરોનાની રસી લેનારમાંથી કોઈને પણ કોઈ આડ અસર જોવા મળી નથી. વડગામ તાલુકાના મેતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેતામાં ફન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે સૌપ્રથમ મેડિકલ ઓફિસર વિક્રમ બી.પરમારે કોરોના રસી મુકાવી હતી. આ ઉપરાંત મેતા PHCના આરોગ્ય કર્મચારી તેમ જ આશાવર્કર બહેનો અને આંગણવાડી કાર્યકર બહેનોને કોવિડ–19ની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

તમામ લોકો કોરોનાની રસી મુકાવે તેવી મેડિકલ ઓફિસરની અપીલ

કુલ 82 ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવા આવી હતી. આ પૈકી કોઈ પણ કર્મચારીને કોવિડ–19 રસીની આડ અસર પણ જોવા મળી નહોતી. કોરોના રસી અંગે અફવામાં આવ્યા સિવાય તમામ કોરોના વોરિયર્સ તથા લોકો તબક્કાવાર રસી મુકાવે તેમ મેતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડૉ.વિક્રમસિંહે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details