ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં થયેલા અનાજ કૌભાડ મામલે 8 લોકોની ધરપકડ, 20 દુકાનોના પરવાના રદ્દ

સસ્તા અનાજની દુકાનોમાં જે કાર્ડધારકો પોતાનો જથ્થો લેતા ન હતા તેવાં લોકોના અનાજનો જથ્થો કેટલાંક લોકો દ્વારા બારોબાર કોમ્પ્યુટરથી નકલી રસીદો બનાવી સગેવગે કરવાનો મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ અનાજ કૌભાડનાં પગલે 20 દુકાનોના પરવાના પણ રદ્દ કરવામાં આવ્યાં છે. તેમજ 8 લોકોની ઘરપકડ કરવામાં આવી છે.

By

Published : Jul 6, 2021, 8:00 PM IST

બનાસકાંઠામાં થયેલા અનાજ કૌભાડ મામલે 8 લોકોની ધરપકડ
બનાસકાંઠામાં થયેલા અનાજ કૌભાડ મામલે 8 લોકોની ધરપકડ

  • સસ્તા અનાજની દુકાનોમાં અનાજ સગેવગે કરવાનો મોટું કૌભાડ
  • 49 લોકો ઉપર પોલીસ ફરીયાદ પણ થઇ
  • 8 લોકોની ધરપકડ કરાઈ

બનાસકાંઠાઃ સસ્તા અનાજની દુકાનોમાં જે કાર્ડધારકો પોતાનો જથ્થો લેતા ન હતા તેવાં લોકોના અનાજનો જથ્થો કેટલાંક લોકો દ્વારા બારોબાર કોમ્પ્યુટરથી નકલી રસીદો બનાવી સગેવગે કરવાનો મોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં 49 લોકો ઉપર પોલીસ ફરીયાદ પણ થઇ છે. આ અનાજ કૌભાડનાં પગલે 20 દુકાનોના પરવાના પણ રદ્દ કરવામાં આવ્યાં છે. જેમાં સૌથી વધુ દુકાનો દાંતા તાલુકાની છે. દાંતામાં કુલ 16 દુકાનોના પરવાના રદ્દ કરાયાં છે. દાંતા તાલુકામાં આચરાયેલા આ અનાજ કૌભાડ ( food scam ) ના પગલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

બનાસકાંઠામાં થયેલા અનાજ કૌભાડ મામલે 8 લોકોની ધરપકડ

અનાજ કૌભાડના પગલે 20 દુકાનોના પરવાના રદ્દ

આ અનાજ કૌભાંડ ( food scam )ની તપાસ કરતી ટીમ ગામડામાં જઇ રાશનકાર્ડ ધારકોને બોલાવી તેમના જવાબ મેળવી રહી છે. હાલના તબક્કે સમગ્ર પ્રક્રીયા માટે 10 ટીમો કાર્યરત્ત કરવામાં આવી છે. દાંતા તાલુકામાં 16 દુકાનોનાં પરવાના રદ્દ કરાતાં તેમના રાશનકાર્ડ ધારકો માટે નજીકનાં બીજા કેન્દ્રો ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે. દાંતા મામલતદાર અને એક્જ્યુકેટીવ મેજીસ્ટ્રેટના જણાવ્યાં પ્રમાણે દાંતામાં આચરાયેલાં આ અનાજ કૌભાંડ ( food scam )ના પગલે 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ 16 દુકાનો સસ્પેન્ડ કરાઇ છે. આ તપાસ પુરી થયાં બાદ તાલુકાની અન્ય દુકાનોની પણ તપાસ હાથ ધરાશે. આ કૌભાડમાં જે કસુરવાર હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details