બનાસકાંઠા જિલ્લામાં માત્ર 3 દિવસમાં જ 6,116 શિક્ષકોએ કોરોનાની રસી લીધી - local news of Banaskantha
બનાસકાંઠા જિલ્લા પંચાયત હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં શિક્ષકો, આચાર્યોને છેલ્લાં ત્રણ દિવસથી કોરોનાની રસી આપવાનું અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે ત્રણ દિવસમાં જ જિલ્લાના 6 હજારથી અધિક શિક્ષકોને કોરોનાની રસી અપાઈ ચૂકી છે.
Banaskantha
By
Published : Feb 10, 2021, 2:28 PM IST
બનાસકાંઠાની પ્રાથમિક શાળાઓમાં 1500 શિક્ષકોનો સ્ટાફ ફરજ બજાવે છે
ત્રણ દિવસમાં 6116 શિક્ષકોએ લીધી રસી
રસી સંપૂર્ણપણે સુરક્ષિત: શિક્ષકો
બનાસકાંઠા: જિલ્લામાં તમામ 14 તાલુકાની 228 કલસ્ટરની 2382 શાળાઓના 15212 શિક્ષકો તેમજ સ્ટાફનું રસીકરણ અભિયાન હાથ ધરાયું. કોરોના મહામારીને નાબૂદ કરવા સરકાર દ્વારા કોવિડ-19 હેઠળ સ્વદેશી રસી તૈયાર કરાઈ છે.જેની વેકસીનેશન કામગીરી સમગ્ર દેશમાં શરૂ કરાઇ છે.જેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા હેલ્થ વર્કર્સ તેમજ ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સને વેકસીનેશન કરવાની કામગીરી સમગ્ર રાજ્યભરમાં ચાલી રહી છે.
બનાસકાંઠા જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં 15 હજાર શિક્ષકોનો સ્ટાફ
જિલ્લા પંચાયતી રાજ અંતર્ગત જિલ્લા પંચાયત બનાસકાંઠા શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતાં પ્રાથમિક શિક્ષકોનું રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. 6 ફેબ્રુઆરીથી જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ આવેલ બી.આર.સી.કેન્દ્રો પર રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.
જ્યાં વેકસીનેશન હેઠળ જરૂરી તમામ સુવિધાઓ ઉભી કરાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ વિભાગના 1500 જેટલાં પ્રાથમિક શિક્ષકો તેમજ સ્ટાફ આવેલો છે. જે તમામને છેલ્લાં ત્રણ દિવસથી રસી આપવાનું શરૂ કરાતાં અત્યારસુધી 6116 શિક્ષકો કોરોનાની રસી લઈ ચૂક્યાં છે.