ગુજરાત

gujarat

ETV Bharat / state

માતાજીના દર્શનાર્થે પગપાળા જઈ રહેલા 5 સગીરોને નડ્યો જીવલેણ અકસ્માત, 3ના મોત, 2 ઈજાગ્રસ્ત - અંબાસાથી અંબાજી

અંબાજી પાસે આવેલા રાણપુર ગામ નજીક ગત મોડીરાત્રે એક ભાયનક અકસ્માત સર્જાયો છે. અંબાસા ખાતે રહેતા 5 સગીરો ભાદરવી પૂનમના રોજ અંબાજી દર્શન કરવા માટે પગપાળા જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં અજાણ્યા વાહને અડફેટે લેતા 5 પૈકી 3ના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે, 2 ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

માતાજીના દર્શનાર્થે પગપાળા જઈ રહેલા 5 સગીરોને નડ્યો જીવલેણ અકસ્માત, 3ના મોત, 2 ઈજાગ્રસ્ત
માતાજીના દર્શનાર્થે પગપાળા જઈ રહેલા 5 સગીરોને નડ્યો જીવલેણ અકસ્માત, 3ના મોત, 2 ઈજાગ્રસ્ત

By

Published : Sep 18, 2021, 11:31 AM IST

  • અંબાસાથી અંબાજી પગપાળા જઈ રહેલા 5 લોકોને નળ્યો અકસ્માત
  • વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળની તજવીજ હાથ ધરાઇ
  • 5 પૈકી 3ના ઘટનાસ્થળે મોત

ન્યૂઝ ડેસ્ક: અંબાસાથી અંબાજી પગપાળા જઈ રહેલા 5 સગીરોને અંબાજી પાસે આવેલા રાણપુર ગામ નજીક અકસ્માત નડ્યો હતો. એક અજાણ્યા વાહનની અડફેટે આવી જતા 5 પૈકી 3ના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 2 ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

2 સગીર અને 1 સગીરાનું મોત

મૃતકોમાં અંબાસાના રહેવાસી નરેશ બચુભાઈ ડામોર (ઉં.વ.16), હરીશ શંકરભાઈ ડામોર (ઉં.વ.15), રશ્મી ભોઈ (ઉં.વ.12)નો સમાવેશ થાય છે. જ્યારે, ઈજાગ્રસ્તોમાં ઈન્દ્રા સોમાજી તબીયાડ (ઉં.વ.14) અને રાકેશ ડામોર (ઉં.વ.12)નો સમાવેશ થાય છે.

પોલીસે વાહનચાલકની શોધખોળ હાથ ધરી

ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ માટેની તજવીજ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details