- જિલ્લામાં અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો
- ડીસામાં નવા બનેલા Elevated bridge પર અકસ્માત
- Accidentમાં એકનું મોત, 5 ઇજાગ્રસ્ત
બનાસકાંઠા : જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો (Incident of Road accident) જાણે નજીવા બની ગયા હોય તેમ એક પછી એક અકસ્માતો (accident)ની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. કોરોના મહામારીમાં (Crona Epidemic) અત્યારસુધી અનેક લોકો મોતને ભેટ્યા છે. કોરોના મહામારી (Crona Epidemic) ઓછી થઈ ત્યારે, જિલ્લામાં માર્ગ અકસ્માતના (Incident of Road accident) બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે. જિલ્લામાં અત્યારસુધી અનેક નાના-મોટા અકસ્માતો (accident) સર્જાયા છે. જેમાં, અનેક લોકોએ જિંદગી ગુમાવી છે. તો અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત (Injured) પણ થયા છે.
ગુજરાતના સૌથી લાંબા Elevated bridge પર અકસ્માત
ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ (Elevated bridge) અને ભારતમાં બીજા નંબરના એલિવેટેડ બ્રિજ (Elevated bridge)ના ઉદ્ઘાટન (Inauguration) પહેલા જ મોટી દુર્ઘટના સર્જાઈ છે. ડીસા શહેરના મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે નં.-27 (National High Way-27) પર બનેલા એલિવેટેડ બ્રિજ (Elevated bridge) પર મોડી રાત્રે અકસ્માત (accident) સર્જાયો હતો.
આ પણ વાંચો : સુરતના વેસુમાં રોડ અકસ્માતમાં BAના વિદ્યાર્થીનું અજાણ્યા બાઇક ચાલકની અડફેટે આવતા મોત
15 જેટલા શ્રમજીવી Safety Board મૂકીને કામ કરી રહ્યા હતા
રાત્રિના સમયે એલિવેટેડ બ્રિજ (Elevated bridge) પર 15 જેટલા શ્રમજીવી સેફટી બોર્ડ (Safety Board) મૂકીને કામ કરી રહ્યા હતા. તે સમયે એક બેફામ બનેલા ટ્રેલર ચાલકે (Trailer driver) સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કામ કરી રહેલા મજુરો (Laborers)ને અડફેટે લેતા અકસ્માત (accident) સર્જાયો હતો.