ગુજરાત

gujarat

ETV Bharat / state

અંતરિયાળ વિસ્તારોમાં એકનાં ડબલ કરી આપવાની લાલચે લોકોને ઠગતી ટોળકીનાં 5 સાગરિતો ઝડપાયા

બનાસકાંઠાના દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમા ભારત સરકારનાં નામે નકલી સંસ્થા બનાવીને લોકોને એકના ડબલ તેમજ ત્રણ ગણા પૈસાની લાલચ આપીને છેતરપિંડી કરનારી ટોળકીનાં 5 સભ્યોને અંબાજી પોલીસે ઝડપી પાડ્યા છે.

દાંતાના અંતરિયાળ વિસ્તારોમાં એકનાં ડબલ કરી આપવાની લાલચે લોકોને ઠગતી ટોળકીનાં 5 સાગરિતો ઝબ્બે
દાંતાના અંતરિયાળ વિસ્તારોમાં એકનાં ડબલ કરી આપવાની લાલચે લોકોને ઠગતી ટોળકીનાં 5 સાગરિતો ઝબ્બે

By

Published : Feb 8, 2021, 9:01 AM IST

  • દાંતાના અંતરિયાળ વિસ્તારોમાં છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ
  • એકના ડબલ તેમજ ત્રણ ગણા પૈસા કરી આપવાની લાલચ અપાતા હતા
  • 65 લાખથી વધુ રકમની છેતરપિંડી બદલ 5 ઈસમોની પોલીસે કરી અટકાયત


બનાસકાંઠા: જિલ્લાનાં અંતરિયાળ વિસ્તાર એવા દાંતા તાલુકામાં ભારત સરકારના નામે 'આનંદ શ્રી મલ્ટી પર્પઝ કૉ ઑપરેટીવ સોસાયટી' નામની સંસ્થા બનાવીને એકના ડબલ તેમજ ત્રણ ગણા પૈસા મળવાની લાલચ આપીને 348થી વધુ ખાતેદારો પાસેથી 65 લાખથી વધુ રકમની છેતરપિંડી આચરનાર 5 જેટલા ઈસમોની હાલ અંબાજી પોલીસે અટકાયત કરી છે. ઝડપાયેલા ગુનેગારો છેલ્લા કેટલાય સમય આંતરિયાળ વિસ્તારોમાં આદિવાસી સમાજના લોકોને ટાર્ગેટ કરતા હતા.

દાંતાના અંતરિયાળ વિસ્તારોમાં એકનાં ડબલ કરી આપવાની લાલચે લોકોને ઠગતી ટોળકીનાં 5 સાગરિતો ઝબ્બે


પકડાયેલા આરોપીઓ

  • કનકસિંહ એલ રાઠોડ (પ્રાંતિજ, સાબરકાંઠા)
  • કિરણભાઈ નરસિંહભાઇ પટેલ (બાદરપુરા, બનાસકાંઠા)
  • અમૃત ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ (છઠિયારડા, મહેસાણા)
  • ગોવિંદભાઈ અભેરાજભાઇ ચૌધરી (શેરપુરા, વડગામ)
  • ગોપાલ સિંહ ભગવત સિંહ સોલંકી (હિંમતનગર, સાબરકાંઠા)

નાણા પરત આપવામાં ગલ્લા તલ્લા કરતા ભાંડો ફૂટ્યો

લોકો દ્વારા 'આનંદ શ્રી મલ્ટી પર્પઝ કૉ ઑપરેટીવ સોસાયટી'માં અંદાજે 1.12 કરોડ જેટલી માતબર રકમ રોકવામાં આવી હતી. જે પાકતી મુદ્દતે પરત આપવામાં ગલ્લા તલ્લા થતા આ સમગ્ર મામલાનો ભાંડો ફુટ્યો હતો. બનાસકાંઠામાં લાખોનું ફુલેકું ફેરવનાર અને એકના ડબલ કરી આપનારી ટોળકીનાં સભ્યો અત્યારે તો ઝડપાયા છે. પરંતુ આ ઠગ ટોળકીના મુખ્ય સૂત્રધારો અને અન્ય સાગરિતો કોણ છે, એ તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

ABOUT THE AUTHOR

...view details