- બનાસકાંઠામાં વિશ્વ મહિલા દિન નિમિત્તે દિયોદરની સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો
- 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી
- 1.85 લાખ રૂપિયાનાં દંડ સહિત સગીરાને વળતર પેટે 7.50 લાખ રૂપિયા ચૂકવવાનો પણ આદેશ
મહિલા દિવસે દુષ્કર્મ પીડિતાને ન્યાય: પાંચ આરોપીઓને 20 વર્ષની સજા, 1.85 લાખનો દંડ - Gujarati News
બનાસકાંઠામાં વિશ્વ મહિલા દિન નિમિત્તે દિયોદરની સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. 7 વર્ષ અગાઉ એક સગીરા પર થયેલા ગેંગરેપના પાંચેય આરોપીઓને 20 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે.
મહિલા દિવસે દુષ્કર્મ પીડિતાને ન્યાય: પાંચ આરોપીઓને 20 વર્ષની સજા, 1.85 લાખનો દંડ
બનાસકાંઠા: ભારતમાં દિન-પ્રતિદિન મહિલા અત્યાચારના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેમાં બનાસકાંઠાના દિયોદર ખાતે વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલાઓનો સન્માન કરતો એક મહત્વનો ચુકાદો સેશન્સ કોર્ટે આપ્યો છે. આજથી લગભગ 7 વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરીને તેને અલગ અલગ જગ્યાઓ પર લઈ જઈને તેના પર દુષ્કર્મ આચરનારા 5 આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. આ સાથે આરોપીઓને 1.85 લાખનો દંડ અને સગીરાને વળતર પેટે 7.50 લાખ આપવાનો હુકમ કર્યો છે.