બનાસકાંઠાઃ લોકડાઉન દરમિયાન અનેક ગુજરાતીઓ રાજસ્થાનમાં ફસાયા હતા. ત્યારે બે દિવસ અગાઉ ગુજરાત અને રાજસ્થાનના અધિકારીઓની બેઠક મળી હતી. બાદ આજે રાજસ્થાનમાં ફસાયેલા 470 ગુજરાતીઓને નેનાવા બોર્ડરથી પરત વતન મોકલવામાં આવ્યા હતા.
કોરોનાની મહામારીમાં રાજસ્થાનમાં ફસાયેલા 470 ગુજરાતીઓ વતન પરત ફર્યા - -gujaratis-trapped-in-rajasthan-return-hom
કોરોનાની મહામારીમાં ગુજરાતના 470 ગુજરાતીઓ રાજસ્થાનમાં ફસાયા હતા. જેમને નેનાવા બોર્ડરથી પરત વતન મોકલવામાં આવ્યા છે. ડીસા ડેપોની 17 બસો દ્વારા લોકડાઉનમાં ફસાયેલા લોકોને તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરાઈ હતી. જેથી પોતાના વતન પરત ફરતા લોકોમાં અનેરી ખુશી છવાઇ હતી.
![કોરોનાની મહામારીમાં રાજસ્થાનમાં ફસાયેલા 470 ગુજરાતીઓ વતન પરત ફર્યા કોરોનાની મહામારીમાં રાજસ્થાનમાં ફસાયેલા 470 ગુજરાતીઓ વતન પરત ફર્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6982368-566-6982368-1588134332881.jpg)
લોકડાઉનના કારણે અનેક ગુજરાતી લોકો અલગ અલગ રાજ્યોમાં ફસાયા છે, ત્યારે રાજસ્થાનમાં પણ ફસાયેલા લોકોને ગુજરાતમાં લાવવા માટે બે દિવસ અગાઉ અમીરગઢ બોર્ડર ખાતે બનાસકાંઠા અને શિરોહી જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી અને રાજસ્થાનમાં ફસાયેલા 470 ગુજરાતી લોકોને બસો મારફતે નેનાવા બોર્ડર પર લાવવામાં આવ્યાં હતા. જયાં બનાસકાંઠાની આરોગ્યની ટીમો દ્વારા સ્ક્રીનીંગ કરી તમામ ગુજરાતીઓની આરોગ્ય ચકાસણી કરાઈ હતી. તે બાદ તમામને નાસ્તો કરાવી ,માસ્ક આપી સોશિયલ ડિસ્ટન્સ સાથે બસો મારફતે તેમના વતન રવાના કરાયા હતા.
રાજસ્થાનથી રિસીવ કરાયેલા તમામ લોકોને પોતાના ઘર સુધી પહોંચાડવા માટે ગુજરાત એસ.ટી.ને જવાબદારી સોપાઈ હતી. ડીસા ડેપોની 17 બસોમાં લોકડાઉનમાં ફસાયેલા લોકોને તેમના ઘરે મોકલવા રવાના કરાઈ હતી. જો કે, રાજસ્થાનમાં પણ સરકારે પરપ્રાંતીય લોકો માટે સારી વ્યવસ્થા કરી હોવાનું લોકોએ જણાવ્યું હતું. એક મહિનાથી રાજસ્થાનમાં ફસાયેલા લોકો પોતાના વતન પરત ફરતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી.