ગુજરાત

gujarat

ETV Bharat / state

ધાનેરા સ્થિત વાસણ ચેકપોસ્ટ પરથી પિસ્તોલ સાથે 4 ઝડપાયા - Gujarat Daily News

બનાસકાંઠા પાસેની રાજસ્થાન બોર્ડર પર આવેલા ચેકપોસ્ટ પરથી પોલીસે પિસ્તોલ સાથે 4 પરપ્રાંતીય શખ્સોને ઝડપી પાડ્યા છે. ધાનેરા પોલીસે કાર, પિસ્તોલ સહિત કુલ 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધાનેરા સ્થિત વાસણ ચેકપોસ્ટ પરથી પિસ્તોલ સાથે 4 ઝડપાયા
ધાનેરા સ્થિત વાસણ ચેકપોસ્ટ પરથી પિસ્તોલ સાથે 4 ઝડપાયા

By

Published : Mar 19, 2021, 3:39 PM IST

  • બનાસકાંઠાની બોર્ડર પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વધારો
  • રાજસ્થાનથી કાર લઈને ગુજરાતમાં આવતા ઝડપાયા
  • ટવેરા કાર, પિસ્તોલ સહિત 5 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા: ધાનેરા પાસે આવેલા વાસણ ચેકપોસ્ટ પરથી પિસ્તોલ અને પિસ્તોલની ગોળીઓ બનાવવા માટે વપરાતું ધાતુ લઈને ગુજરાતમાં પ્રવેશ કરતા 4 શખ્સો ઝડપાઈ ગયા છે. ધાનેરા પોલીસે બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગની શંકાસ્પદ કાર થોભાવીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારમાંથી પિસ્તોલ અને સિલ્વર કલરના ધાતુ રૂપાના 6 ટુકડા મળી આવ્યા હતા. ગેરકાયદેસર રીતે પિસ્તોલ અને ધાતુ લઇને નીકળેલા 4 શખ્સોની પોલીસે તરત જ અટકાયત કરી હતી. જ્યારે કાર, પિસ્તોલ અને ધાતુ સહિત કુલ 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

પ્રાથમિક તપાસમાં ધાતુ મહારાષ્ટ્ર મોકલવાનું બહાર આવ્યું

પ્રાથમિક તપાસમાં રૂપુ ધાતુ મહારાષ્ટ્રના રત્નાગીરી ખાતે રહેતા બાબુભાઇ માળીએ મંગાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ધાનેરા પોલીસે રૂપુ મંગાવનાર, લઈ જનાર સહિત કુલ 5 લોકો સામે ગુનો નોંધ્યો છે. જ્યારે, ફરાર થઈ ગયેલા એક આરોપીને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

ધાનેરા સ્થિત વાસણ ચેકપોસ્ટ પરથી પિસ્તોલ સાથે 4 ઝડપાયા
બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પરથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વધારોબનાસકાંઠા જિલ્લાની તમામ બોર્ડર હંમેશા વિવાદમાં રહેતી હોય છે. કોરોના મહામારી બાદથી અનેકવાર બનાસકાંઠાની બોર્ડર પરથી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી ઝડપાઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાથી અવારનવાર બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પરથી અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવતો હોય છે. કેટલીકવાર પોલીસની સતર્કતાને કારણે બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતાં ગેરકાયદેસર હથિયારો ઝડપાઈ જતાં હોય છે.

પકડાયેલા આરોપીઓ

1) કિશોર કાનજી માળી
2) વર્ધારામ સાવતીરામ ચૌધરી
3) ઇશ્વરલાલ તળશારામ ભીલ
4) અણદારામ ચૌધરી
5) બાબુભાઇ માળી(વૉન્ટેડ)

ABOUT THE AUTHOR

...view details