ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના કુડા ગામમાં ખેલાયો ખૂની ખેલ, એક જ પરિવારના 4 સભ્યોની હત્યા

બનાસકાંઠા: જિલ્લાના લાખાણી તાલુકાના કુડા ગામે એક પરિવારના 4 સભ્યોની હત્યા કરવામાં આવી હતી. 21 લાખ રૂપિયાની ઉઘરાણી મુદ્દે પરિવારના મુખ્યાએ જ પરિવારના અન્ય 4 સભ્યોની હત્યા કરી પોતે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હત્યા કર્યા બાદ આપઘાત કરનાર પરિવારના મુખ્યા હાલ ગંભીર છે, જેની નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

લાખાણીના કુડા ગામમાં ખેલાયો ખૂની ખેલ, એક પરિવારના 4 સભ્યોની હત્યા

By

Published : Jun 21, 2019, 11:43 AM IST

મળતા માહીતી મુજબ લાખણીના કુડા ગામે 4 લોકોની હત્યા કરવામાં આવી હતી. હત્યા કરનાર શખ્સે પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેની હાલત ગંભીર છે જેથી તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. હત્યા કરનાર શખ્સે ગાળાના ભાગે તિક્ષ્ણ હત્યારથી ઘા કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટનામાં આરોપીની માતા, બે પુત્ર અને પુત્રીની હત્યા કરી હતી. આરોપી પિતાની હાલત ગંભીર છે.

લાખાણીના કુડા ગામમાં ખેલાયો ખૂની ખેલ, એક પરિવારના 4 સભ્યોની હત્યા

ઘરની દિવાલ પર રૂપિયા 21 લાખની ઉઘરાણીનો હિસાબ અને તમામ મૃતકોના નામ લખ્યા છે.જેના પરથી પ્રાથમિક તારણમાં રૂપિયા 21 લાખની ઉઘરાણીનો મુદ્દો પોલીસ તાપસમાં સામે આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details