ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લાના સાતસણ ગામમાં એક સાથે 4 હાથી બિનવારસી હાલતમાં મળી આવ્યાં - Satsan Village

બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા પાસે આવેલા સાતસણ ગામમાં એક સાથે 4 હાથી બિનવારસી હાલતમાં મળી આવતા લોકોમાં કુતૂહલ વ્યાપ્યો છે. ચાર હાથી બિનવારસી હાલતમાં મળી આવ્યા હોવાની માળીતી મળતાં જ ફોરેસ્ટ વિભાગ ઘટનાસ્થળે પહોંચી હાથીઓને કોણ મૂકી ગયું અને હાથી માટે શું વ્યવસ્થા કરવી તે માટેની તજવીજ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના સાતસણ ગામમાં એક સાથે ચાર હાથી બિનવારસી હાલતમાં મળી આવ્યાં
બનાસકાંઠા જિલ્લાના સાતસણ ગામમાં એક સાથે ચાર હાથી બિનવારસી હાલતમાં મળી આવ્યાં

By

Published : Feb 2, 2021, 9:20 PM IST

  • સાતસણ ગામમાં ચાર હાથી બિનવારસી હાલતમાં મળી આવ્યા
  • સ્થાનિકોએ હાથીઓ માટે ખોરાક અને પાણીની કરી વ્યવસ્થા
  • ફોરેસ્ટ વિભાગે હાથીના માલિકની શોધખોળ શરૂ કરી

બનાસકાંઠાઃ જિલ્લામાં રાજસ્થાનની સરહદને અડીને આવેલા સાતસણ ગામમાં મંગળવારે 4 હાથી બિનવારસી હાલતમાં મળી આવ્યાં હતા. આ 4 હાથી માદા હાથી છે. સાતસણ ગામની સીમમાં પથ્થરો પાસે 4 હાથી બાંધેલી હાલતમાં દેખાયા હતા. ચાર હાથી એક સાથે દેખાતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં હતા. ત્યારે સ્થાનિક લોકો દ્વારા આ તમામ હાથીઓને ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

હાથી

ફોરેસ્ટ વિભાગની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે

ફોરેસ્ટ વિભાગની ટીમને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં હતા. જે બાદ ડોક્ટરોએ હાથીની તપાસણી પણ કરી. જે તપાસમાં હાથી સ્વસ્થ હોવાનું સામે આવ્યું હતું. આ હાથી મામલે અત્યારે ફોરેસ્ટ વિભાગે આજુબાજુના ગામમાં આ હાથીનો માલિક કોણ છે તે મામલે તપાસ હાથધરી છે.

હાથી

હાથીને જોવા ગામલોકો ઉમટ્યા

સ્થાનિકોએ હાથીઓ માટે ખોરાક અને પાણીની કરી વ્યવસ્થા
સાતસણ ગામની સીમમાં આ હાથીને જોવા ગામલોકો ઉમટ્યા હતા. સ્થાનિક લોકોએ ફોરેસ્ટ વિભાગની સાથે મળી હાથી માટે પીવાના પાણીથી લઇ તેના ખોરાકની પણ વ્યવસ્થા કરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, જ્યાં સુધી ગામની સીમમાં હાથી રહેશે ત્યાં સુધી ગામ લોકો તેમની સેવામાં હંમેશા તત્પર રહેશે. તો બીજી તરફ હાલ સ્થાનિક પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ટીમે હાથીના માલિકની શોધખોળ કરવાની શરૂઆત કરી દીધી છે.
બનાસકાંઠા જિલ્લાના સાતસણ ગામમાં એક સાથે ચાર હાથી બિનવારસી હાલતમાં મળી આવ્યાં

ABOUT THE AUTHOR

...view details