ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુરમાં 4.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

પાલનપુરમાં આજે 4.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને જેનું કેન્દ્ર બિંદુ પાલનપુર થી ૧૩૬ કિલોમીટર દુર નોંધાયું હતું.

પાલનપુરમાં 4.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
પાલનપુરમાં 4.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

By

Published : Nov 16, 2021, 9:27 PM IST

  • ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભય સર્જાયો
  • પાલનપુરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
  • ગ્રામીણ વિસ્તારોમાં પણ ધરા કંપી ઉઠી

પાલનપુર: પાલનપુરમાં આજે સાંજનાં સમયે 4.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી 136 કિલોમીટર દુર નોંધાયું હતું. ભૂકંપના આંચકા પાલનપુર સહિતનાં આજુબાજુનાં ગામડાઓમાં પણ અનુભવાયા હતા. મહત્વની બાબત એ છે કે, ભૂકંપના આંચકાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી.

ભૂકંપથી લોકોમાં ભય

પાલનપુર શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં 4.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં એક ભયનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ પાલનપુર અને તેની આસપાસનાં વિસ્તારમાં પણ ભૂકંપના આંચકાઓનો અનુભવ થતાં લોકો ઘરની બહાર દોડી ગયા હતા.

આ પણ વાંચો : Earthquake news: કચ્છની બોર્ડર પાસે ભૂકંપનો 4.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

આ પણ વાંચો : અરુણાચલ પ્રદેશના તવાંગમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ

ABOUT THE AUTHOR

...view details