ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુંદરી ચેકપોસ્ટ નજીકથી 30 લાખના મુદ્દામાલ સાથે ખનીજ ચોરીની 3 ટ્રકો ઝડપાઇ - Jasvir Singh Ramlal

બનાસકાંઠા પાંથાવાડાના ગુદરી ચેકપોસ્ટ પરથી બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ દ્વારા બિન અધિકૃત ફ્લોસપાર ખનીજ ભરેલી ત્રણ ટ્રક ઝડપાઈ હતી. બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ દ્વારા ત્રણેય ટ્રકની તપાસ કરી રોયલ્ટીની વિગતો માગતા ન મળતા ખાણ ખનીજ વિભાગ દ્વારા બિન આધિકૃત ફેલ્સપાર ભરેલી ટ્રક ઝડપાઈ હતી.

બનાસકાંઠા
બનાસકાંઠા

By

Published : Mar 6, 2021, 4:59 PM IST

  • ખાણ ખનીજ વિભાગનો સપાટો
  • ગુંદરી ચેકપોસ્ટ નજીકથી રૉયલ્ટી ચોરી ફ્લોસપાર ખનીજ લઈ જતી ત્રણ ટ્રકો ઝડપાઇ
  • અંદાજિત 30 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

બનાસકાંઠાઃ ખાણ ખનીજ વિભાગ દ્વારા ટ્રકમાં જસવિરસિંગ રામલાલ રાજપૂત રાજસ્થાન પાસેથી બિન અધિકૃત ફેલ્સપાર ખનીજનો 42.510 મેટ્રિક ટન જથ્થો જપ્ત કરી અંદાજે 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પાથાવાડા પોલીસને સોપવામાં આવ્યો હતો. તેમજ બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ દ્વારા બીજી પણ એક બિન અધિકૃત ફેલ્સપાર ખનીજનો 43,120 મેટ્રિક ટનનો જથ્થો ટ્રક દિનેશ નાથુલાલ, બૈરવા રાજસ્થાન વાળા પાસેથી 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પાથાવાડા પોલીસને જ્યાં સુધી નિવારણ ન આવે ત્યાં સુધી કસ્ટડીમાં રાખવામાં આવશે.

બનાસકાંઠા

ટેલરને પકડી કાર્યવાહી હાથધરી હતી

આ અંગે બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી સુભાષભાઈ જોષીએ જણાવ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ આધાર પુરાવા તપાસી તેમજ કાગળ ચકાસણી કરી તેમણી પાસે પૂરાવા રજૂ કરવાની તેમજ તેમણી પાસે પુરાવા ન હોય તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કેમ કરવી તેની નોટિસ આપવામાં આવશે. ગુંદરી ચેક પોસ્ટ ઉપરથી પાંથાવાડા પોલીસે સમય મર્યાદા પૂર્ણ થયા પછી પણ ખનીજ વહન કરતા ટેલરને પકડી કાર્યવાહી કરી છે.

ખનીજ વિભાગને દંડાત્મક કાર્યવાહી કરવા પત્ર લખ્યો

જેમાં ટેલરની રોયલ્ટી પરમીશન રાજસ્થાનના આબુરોડ લઇ જવાની હતી પરંતુ ટેલરમાં ભરેલું ફેલસ્પર છેક મોરબી લઇ જવામાં આવી રહ્યું હતું. આમ રોયલ્ટી ચોરી કરતા ટેલર પોલીસે ઝડપી લઈ કાર્યવાહી કરતા પોલીસ કબ્જે કર્યું હતું અને ખાણ ખનીજ વિભાગને દંડાત્મક કાર્યવાહી કરવા પત્ર લખ્યો છે. આ અંગે માઈન્સ સુપરવાઈઝર વિ.બિ.સોલંકીએ જણાવ્યું કે, ફેલ્સપાર ખનીજએ સિરામિક ઉદ્યોગમાં વપરાય છે. તેમજ હરિયાણાથી ફેલ્સપાર ખનીજની ગાડી પ્રથમવાર ઝડપાઇ છે. જેને લઈને ખનીજ ચોરોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે.

ABOUT THE AUTHOR

...view details