- બનાસકાંઠા જિલ્લામાં ઘરફોડ ચોરીને અજામ આપનાર ગેંગ ઝડપાઇ
- ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ચોરીની ઘટનાને અજામ આપ્યો હતો
- રાજ્યના અનેક જિલ્લાઓમાં ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં સંડોવાયેલા હોવાની કબૂલાત
બનાસકાંઠાઃ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ઘરફોડ ચોરીઓમાં પાછલા ઘણા સમયથી નોંધપાત્ર વધારો થયો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લા LCB(લોકલ ક્રાઇમ બ્રાન્ચ)એ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. ટેક્નિકલ સર્વેલન્સના આધારે માઈક્રો પ્લાનિંગ કરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પાલનપુર પશ્ચિમ વિસ્તારમાં ફરતા શંકાસ્પદને પકડી તેમની પૂછપરછ કરતા તેઓ દાહોદ જિલ્લાના વડવા ગામના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોલીસને તેના પર શંકા જતા તેની કડક પુછપરછ કરવામાં આવી હતી. ચોરી કરવા માટે આવ્યા હોવાની તેઓએ કબૂલાત કરી હતી. જેથી LCB(લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ની ટીમે તેમને વિશેષ પૂછપરછ કરતાં અન્ય પાંચ સાગરિતો સાથે મળી આ ચોર ગેંગ અલગ અલગ જગ્યાએ ઘરફોડ ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.
86 ઘરફોડ ચોરીઓને અંજામ
આ ચોર ગેંગે બનાસકાંઠામાં ડીસા, દિયોદર ,પાલનપુર તેમજ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ અને ગાંધીનગર સહિત કુલ 6 જિલ્લાઓમાં 86 ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું હતું. આ ગેંગ શનિવારે અને રવિવારે સરકારી નોકરીયાત લોકો પોતાના વતનમાં કે ફરવા ગયા હોય તે સમયે ચોરીને અંજામ આપતી હતી. જે ગામમાં ચોરી કરવાની હોય ત્યાં વહેલા પહોંચી જઈ રાત્રિના સમયે ચડ્ડી-બનીયાન પહેરી ઘરોમા ઘૂસતા હતા. જો કોઈ તેમનો પ્રતિકાર કરે તો તેમના પર પથ્થરમારો કરી ત્યાંથી નાસી જતા હતા. આ ચડ્ડી-બનીયાનધારી ગેંગના ત્રણ સાગરીતોને બનાસકાંઠા જિલ્લા LCB(લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ની ટીમે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 160 ગ્રામ સોનું અને સાડા ત્રણ કિલોગ્રામ ચાંદીને પણ કબજે કરવામાં આવ્યું છે.
પાંચ સાગરિતો પોલીસ પકડથી દૂર