ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસાના માધવી સ્વીટમાં અંગત અદાવતમાં હુમલો, 3 ઘાયલ

ડીસા શહેરમાં આવેલ માધવી સ્વીટમાં થોડા દિવસ અગાઉ થયેલ મારામારીની અંગત અદાવત રાખી અજાણ્યા શખ્સો માધવી સ્વીટના સંચાલકો પર હુમલો કરવામાં આવતા 3 લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમને તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

deesa
ડીસા

By

Published : Mar 2, 2020, 11:18 AM IST

ડીસાઃ શહેરમાં મારામારીની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. ક્યારેક લોકો આવેશમાં આવી જઈ મારામારી કરતા હોય છે. તો ક્યારેક અંગત અદાવત રાખી હુમલો કરતા હોય છે. આવી મારમારીની ઘટનામાં ક્યારેક અનેક લોકો ગંભીર રીતે ઘવાતા હોય છે. બીજી તરફ ડીસા શહેરમાં ક્રાઈમની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. એક પછી એક ક્રાઈમના બનાવો હવે રોજબરોજ બની રહ્યા છે. ત્યારે આવો જ એક બનાવ ડીસા શહેરમાં બનવા પામ્યો હતો.

થોડા દિવસ અગાઉ માધવી સ્વીટના સંચાલકો દ્વારા ડુપ્લિકેટિંગ બિયારણ મામલે માળી સમાજના લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં માળી સમાજના 2 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જ્યાં આ મામલે સામસામે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હતી. જે બાબતની અંગત અદાવત રાખી માળી સમાજના અજાણ્યા શખ્સો દ્વારા માધવી સ્વીટની દુકાન પર જઈ તેના સંચાલક પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં માધવી સ્વીટના સંચાલક અને અન્ય 2 લોકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.

ડીસાના માધવી સ્વીટમાં અંગત અદાવતમાં હુમલો, 3 ઘાયલ

જ્યાં તેમને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત વધુ ગંભીર હોવાના કારણે વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બનતા ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલમાં ચૌધરી સમાજના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

ડીસા શહેરમાં એક પછી એક બની રહેલી મારામારીની ઘટનાથી લોકોમાં હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા દસ દિવસમાં ચોરી, લૂંટ અને મારામારીની અનેક ઘટનાઓ બનતા હવે ડીસા શહેરમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસ હવે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરશે તો જ દિવસેને દિવસે બની રહેલા ક્રાઇમની ઘટનાઓ અટકી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details