ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુર-આબુરોડ પર ગમ્ખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોના મોત - ગોઝારો અકસ્માતટ

પાલનપુર- આબુરોડ હાઇવે પર મોડી સાંજે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં આબુરોડ તરફથી આવી રહેલી ફોર્ચ્યુનર કાર સામેથી આવી રહેલી કાર સાથે અથડાતા અકસ્માતમાં ત્રણ યુવકોના મોત નીપજ્યા હતા.

પાલનપુર-આબુરોડ પર
પાલનપુર-આબુરોડ પર

By

Published : Dec 2, 2020, 10:04 AM IST

  • પાલનપુર-આબુરોડ પર સર્જાયો અકસ્માત
  • ચૌહાણ પરિવારના ત્રણ યુવકોના એકસાથે મોત
  • અકસ્માતથી ગામમાં માતમ છવાયો


બનાસકાંઠા: પાલનપુર આબુરોડ હાઇવે પર ફોર્ચ્યુનર કાર અને એસેન્ટ કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકોના કરૂણ મોત થયા છે. જેમાં પાલનપુર શહેરમાં અલગ અલગ ગેરેજમાં કરજા ગામના ત્રણ યુવકો કારમાં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન એક ફોરચુનર કાર રાજસ્થાન થી પાલનપુર તરફ પુરપાટ ઝડપે આવી રહી હતી.અચાનક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ફોર્ચ્યુનર કાર ડિવાઇડર કૂદી ને સામેથી આવી રહેલ એસેન્ટ કાર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.

પાલનપુર તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે

અકસ્માતમાં એસેન્ટ કારમાં સવાર ત્રણ યુવકોને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે એસેન્ટ કારનો ભુુકો બોલી ગયો હતા. બનાવને પગલે આજુબાજુના લોકો તેમજ પાલનપુર તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક સાથે ત્રણ યુવકોના મોતથી ચૌહાણ સમાજના લોકો તેમજ ગ્રામજનો પણ સિવિલ હોસ્પિટલમાં આવતા ટોળેટોળા સર્જાયા હતા. મજૂરી કામ કરી પરિવારનું ચલાવતા કરજા ગામના ચૌહાણ પરિવારના ત્રણ યુવકોના એકસાથે મોત નીપજતાં ગામમાં માતમ છવાયો હતો.

ABOUT THE AUTHOR

...view details