- 4 લાખના ડ્રગ્સ સાથે એક મહિલા સહિત 3 લોકો ઝડપાયા
- SOG પોલીસે ચેક કરતાં ગાડીમાંથી 4,08,700 રૂપિયાની કિંમતનું 40.87 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું
- પોલીસે મહિલા સહિત 3 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી
બનાસકાંઠા: જિલ્લાના સરહદી પાકિસ્તાન અને રાજસ્થાની બોર્ડરને અડીને આવેલા થરાદમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. જેમાં શનિવારે સરહદી વિસ્તાર થરાદ પાસેથી પોલીસને ડ્રગ્સની હેરાફેરી કરતી મહિલા સહિત ત્રણ લોકોની અટકાયત કરી છે.
આ પણ વાંચો:ડ્રગ્સ કેસમાં ફિલ્મ નિર્માતા શંકર ગૌડાની બેંગલુરુમાં ધરપકડ
SOG પોલીસે વાહન ચેકીંગ દરમિયાન શકમંદ ગાડી રોકાવી કર્યું ચેકિંગ
થરાદ પોલીસ 3 એપ્રિલના રોજ ભાભર હાઇવે પર પેટ્રોલિંગમાં હતી, તે સમયે રાજસ્થાન તરફથી આવી રહેલી કાર શંકાસ્પદ જણાતા તેને થોભાવી હતી. બાદમાં આ કારની તપાસ કરતા તેમાં એક મહિલા સહિત બે પુરુષો ગાડીમાં સવાર હતા. જેમાં કારચાલકની તપાસ લેતાં તેની પાસેથી 40.87 ગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
આ પણ વાંચો:ATS મહેસાણા પોલીસનું સંયુક્ત ઓપરેશન, 3.90 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
આરોપીઓ સામે NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો