- બનાસકાંઠા જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો
- કોરોનાના સેમ્પલ લેવા માટે ઉપયોગમાં લેવાતી સેમ્પલ ટ્યુબ પણ બનાસ મેડિકલ કોલેજમાં તૈયાર થાય છે
- કોરોના મહામારીના સમયમાં સૌથી વધુ જોખમી કામ આ લેબમાં કરતા કર્મચારીઓનું છે
બનાસકાંઠાની બનાસ મેડિકલ કોલેજની લેબમાં રોજના કોરોનાના 2200 સેમ્પલનું ટેસ્ટિંગ થાય છે
બનાસકાંઠાઃહાલ સમગ્ર વિશ્વ કોરોના વાઇરસ સામે જંગ લડી રહ્યો છે, જેમાં સૌથી વધુ યોગદાન છે ડોક્ટરોનું. કારણકે, ડોક્ટરો જ આવા અતિ જોખમી કોરોનાના દર્દીઓની પણ ખચકાટ કર્યા વગર સારવાર કરે છે. પરંતુ આ કોરોના વાઇરસ સંક્રમિત દર્દીઓની તપાસ કઈ રીતે થાય છે અને તે કોરોના વાઇરસ પોઝિટિવ કે નેગેટિવ છે, તેની આખી પ્રોસેસ શુ હોય છે તે વિશે બહુ ઓછા લોકોને ખબર હોય છે.
આ પણ વાંચોઃરાજકોટની કુંડલીયા કોલેજ ખાતે રેમડેસીવીર ઇન્જેક્શન માટે શરૂ કરાયું મધ્યસ્થ કેન્દ્ર
વ્યક્તિના ગળા અને નાકમાંથી સ્વેબ દ્વારા સેમ્પલ લેવામાં આવે છે
બનાસ મેડિકલ કોલેજની લેબમાં રોજના કોરોનાના 2200 સેમ્પલનું ટેસ્ટિંગ થાય છે બનાસકાંઠા જિલ્લામાં રોજના 2,200 જેટલા કોરોના વાઇરસના સેમ્પલનું પરીક્ષણ થાય છે અને તે તમામ જિલ્લાની એકમાત્ર બનાસ મેડિકલ કોલેજની લેબમાં જ કરવામાં આવે છે. અહીં જિલ્લાના તમામ સેન્ટરોના સેમ્પલ પરીક્ષણ થાય છે. જેમાં સૌપ્રથમ તો વ્યક્તિના ગળા અને નાકમાંથી સ્વેબ દ્વારા સેમ્પલ લેવામાં આવે છે. તેને એક ટ્યુબમાં સીલ પેક કરવામાં આવે છે. આ સિલપેક સેમ્પલની ટ્યુબ વેક્સિન કેરિયર મારફતે માઈક્રો બાયોલોજી વિભાગમાં મોલિક્યુલર લેબમાં મોકલવામાં આવે છે.
બનાસ મેડિકલ કોલેજની લેબમાં રોજના કોરોનાના 2200 સેમ્પલનું ટેસ્ટિંગ થાય છે એલિકોટ રૂમમાં સેમ્પલ ખોલી બાયોસેફટી કેબિનેટમાં સેમ્પલની ટ્યુબ ખોલી સેમ્પલ પસાર થાય છે
લેબમાં પહેલા એલિકોટ રૂમમાં સેમ્પલ ખોલી બાયોસેફટી કેબિનેટમાં સેમ્પલની ટ્યુબ ખોલી સેમ્પલ પસાર થાય છે. ત્યારબાદ RNA એટલે કે રાયબો ન્યુક્લિક એસિડ એક્સ્ટ્રેકશન રૂમમાં વાઇરસનું RNA છૂટું પાડવામાં આવે છે. બાદમાં આ છૂટા પડેલા RNA પ્લેટિંગ રૂમમાં જાય છે અને ત્યાં તેમાં માસ્ટર મીક્સ એડ કરી પ્લેટ તૈયાર કરી પીસીઆર મશીનમાં મુકવામાં આવે છે. જ્યાં 2 કલાક જેટલો સમય લાગે છે અને તેમાંથી આ સેમ્પલ પોઝિટિવ છે કે નેગેટિવ તે ખબર પડે છે.
બનાસ મેડિકલ કોલેજની લેબમાં રોજના કોરોનાના 2200 સેમ્પલનું ટેસ્ટિંગ થાય છે એક મશીનમાં એક સાથે 94 સેમ્પલ પરીક્ષણ માટે મુકવામાં આવે છે
બનાસ મેડિકલ કોલેજની લેબમાં રોજના કોરોનાના 2200 સેમ્પલનું ટેસ્ટિંગ થાય છે બનાસ મેડિકલ કોલેજમાં અત્યારે આવા બે પીસીઆર મશીન છે, જેમાં એક મશીનમાં એક સાથે 94 સેમ્પલ પરીક્ષણ માટે મુકવામાં આવે છે અને અહીં લેબમાં આવ્યા બાદ એક સેમ્પલના ટેસ્ટિંગ માટે અંદાજીત 5 કલાક જેટલો સમય લાગે છે.
બનાસ મેડિકલ કોલેજની લેબમાં રોજના કોરોનાના 2200 સેમ્પલનું ટેસ્ટિંગ થાય છે કોરોનાના સેમ્પલ લેવા માટે ઉપયોગમાં લેવાતી સેમ્પલ ટ્યુબ પણ બનાસ મેડિકલ કોલેજમાં તૈયાર થાય છે
બનાસ મેડિકલ કોલેજની લેબમાં રોજના કોરોનાના 2200 સેમ્પલનું ટેસ્ટિંગ થાય છે બનાસકાંઠામાં તમામ જગ્યાએથી સેમ્પલ લેવા માટે ઉપયોગમાં લેવાતી સેમ્પલ ટ્યુબ પણ બનાસ મેડિકલ કોલેજમાંથી જ તૈયાર થઈને જાય છે. હાલ આ બનાસ મેડિકલમાં સેમ્પલ ટેસ્ટિંગ માટે ટેક્નિશિયન, ફેકલ્ટી અને પ્યુન સહિત કુલ 23 લોકો દિવસ-રાત કામગીરી કરે છે. આમ તો આઠ-આઠ કલાકની બે શિફ્ટ હોય છે, પરંતુ અત્યારે અહીં કામ કરતા તબીબો અને ટેક્નિશિયનો બાર-બાર કલાક સુધી કામગીરી કરી લોકોના કોરોના સંક્રમિતના રીઝલ્ટ આપી રહ્યા છે. અહીં કામ કરતા તબીબો અને લોકો છેલ્લા એક મહિનાથી ઘરે ગયા નથી અને અહીં કોલેજમાંજ રહીને દિવસ-રાત કામ કરી લોકોની સેવા કરે છે.
બનાસ મેડિકલ કોલેજની લેબમાં રોજના કોરોનાના 2200 સેમ્પલનું ટેસ્ટિંગ થાય છે આ પણ વાંચોઃધારપુર મેડીકલ કોલેજ કેમ્પસમાં 20 નવા ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઇ
કોરોના મહામારીના સમયમાં સૌથી વધુ જોખમી કામ આ લેબમાં કરતા કર્મચારીઓનું છે
હાલ કોરોના મહામારીના સમયમાં સૌથી વધુ જોખમી કામ આ લેબમાં કરતા કર્મચારીઓનું છે કારણ કે, અહીં રોજના હજારો સેમ્પલ આવે છે અને તેનું પરીક્ષણ તેમને એક-એક સેમ્પલ જાતે જ તપાસીને કરવાનું હોય છે. તેમ છતાં પણ કોઈપણ જાતની ચિંતા કે પરવા કર્યા વગર દિવસ-રાત કામ કરીને તેઓ લોકોના સેમ્પલનું પરીક્ષણ કરી રહ્યા છે. ખરેખર આ પણ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ છે.