ડીસા: શહેરના સિંધી કોલોની વિસ્તારમાં એક જ પરિવારના લીધે આસપાસના 22 પરિવારો તોબા પોકારી ઉઠ્યા છે. અહીં રહેતા એક પરિવાર સામે 22 પરિવારોએ અવાજ ઉઠાવીને ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં ન્યાય માટે અરજી આપી હતી.
ડીસા શહેરના સિંધી કોલોની વિસ્તારમાં રહેતો એક સિંધી પરિવારના તેમના આસપાસના 22 પરિવારો માટે માથાના દુ:ખાવા સમાન બની ગયો છે અને તેના લીધે આ વિસ્તારના 22 પરિવારો ત્રાસી ગયા છે. ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં રહેતા તારાબેન હર્ષદભાઈ જોશી દ્વારા વારંવાર કોઈને કોઈ કારણોસર આ વિસ્તારના લોકો સાથે તકરાર પર ઉતરીને પોલીસ ફરિયાદ કરતા હતા. જ્યારે આ બાબતે આ વિસ્તારના લોકો અને મકાન માલિકને જાણ કરવામાં આવી ત્યારે મકાન માલિક પણ સ્થાનિક લોકો પર ઉશ્કેરાય ગયો હતો.
ડીસાના સિંધીકોલોની વિસ્તારમાં પાડોશીના ત્રાસથી 22 પરિવારોએ નોંધાવી ફરિયાદ - પાડોશીનો ત્રાસ
ડીસાના સિંધીકોલોની વિસ્તારમાં પાડોશીના ત્રાસથી 22 પરિવારો દ્વારા ડીસા દક્ષિણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પાડોશીનો ત્રાસ
તેથી ન છૂટકે આ પરિવારની વિરુદ્ધમાં વિસ્તારના 22 પરિવારોએ એકસાથે આગળ આવીને નારણદાસ મીરચુમલ સિંધી પરિવાર તેમજ તારાબેન જોશી સામે વારંવાર ખોટી ફરિયાદો આપવા બદલ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં અરજી કરી છે. આ પરિવારના માનસિક ત્રાસથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.