પાલનપુરઃ બનાસકાંઠામાં ભાકડીયાલ ગામે ઝેરી ઘાસચારો ખાવાથી 21 ઘેટાના મોત થયા છે. ઘેટાંના મોતથી માલિક પર આફ ફાટી ગયું હોય તેવી સ્થિતિ થઈ છે.
બનાસકાંઠાના ભાકડીયાલમાં ઝેરી ઘાસચારાથી 21 ઘેટાના મોત - latest news of Banaskantha
બનાસકાંઠામાં ભાકડીયાલ ગામે ઝેરી ઘાસચારો ખાવાથી 21 ઘેટાના મોત થયા છે. એક બાજુ કોરોનાનો કહેર અને બીજી બાજુ જીવનનિર્વાહ પણ છીનવાઈ જતાં પશુપાલકની હાલત કફોડી બની છે.
બનાસકાંઠાના લાખણી તાલુકાના ભાકડીયાલ ગામે ઝેરી ઘાસચારો આરોગ્યા બાદ 21 ઘેટાના મોત થવાની ઘટના બની છે. મૂળ રાજસ્થાનના વતની હરસનભાઈ દેસાઈ તેમના વતનમાં પાણી અને ઘાસચારાની ભારે અછત હોવાના કારણે તેઓ ગુજરાતના લાખણી પંથકમાં પોતાનું અને પશુઓના જીવનનિર્વાહ માટે આવ્યાં હતા. તે દરમિયાન આજે એટલે કે ગુરૂવારે લાખણી તાલુકાના ભાકડીયાલ ગામના ચરા વિસ્તારમાં તેમના ઘટનાઓને ઘાસ ચારો ચરાવી રહ્યાં હતા, તે દરમિયાન અચાનક ઝેરી ઘાસચારો આરોગવાના કારણે એક બાદ એક એમ કુલ 21 ઘેટાના મોત થયા હતા.
ઘેટાના મોત કારણે હરસનભાઈ પર આપ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ પોતાના વતનથી દૂર જીવનનિર્વાહ માટે આવેલા પશુપાલકને અચાનક 21 ઘેટાઓનું મોત થતાં અંદાજે અઢી લાખ રૂપિયાનું નુકસાન થયું છે.