ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં ફન ફેર 2020નો કાર્યક્રમ યોજાયો - બનાસકાંઠા ન્યૂઝ

ડીસાની એન્જલ સ્કૂલ ખાતે એજ્યુકેશન 2020નો ફન ફેર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષકો વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

disa
disa

By

Published : Feb 23, 2020, 4:19 PM IST

ડીસા ખાતે કાર્યરત એન્જલ્સ સ્કૂલ ખાતે એજ્યુકેશન ફન ફેર 2020નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી તેમજ હિન્દી સાહિત્ય પરિચય, વૈદિક ભાષા, ચિત્રકલા, જૈવિક ખેતી, ભારતનો ઇતિહાસ, ગીતાસાર, આકાશગંગા જેવા કાર્યક્રમો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

આ તમામ કાર્યક્રમોની તૈયારી ઓ શાળાના બાળકો દ્વારા છેલ્લા એક મહિનાથી કરવામાં આવી રહી હતી. જમવા માટે મોટી સંખ્યામાં વાલીમિત્રો વિદ્યાર્થીઓ હાજર રહી આ બે દિવસીય ફન ફેર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એંજલ સ્કૂલ દ્વારા અવારનવાર આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. જે ખરેખર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખુબ જ ઉપયોગી નીવડે છે.

ડીસામાં 2020નો ફન ફેર કાર્યક્રમ યોજાયો
વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ ઈત્તર પ્રવૃત્તિઓમાં આગળ વધે તે માટે દર વર્ષે વિવિધ શાળાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજરોજ ડીસા ખાતે કાર્યરત એજલ્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે ફન ફેર 2020 ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિને લગતા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા ખાસ કરીને આજે હિન્દી ફિલ્મોની દુનિયામાં લોકો ભારતીય સંસ્કૃતિના રામાયણ અને મહાભારત જેવા કથાઓ ભૂલી ગયા છે, જે લોકો ફરીથી યાદ કરે તે માટે વિદ્યાર્થીઓ દ્વારા ફન ફેર કાર્યક્રમમાં લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષકો વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details