- બનાસકાંઠા જિલ્લામાં મ્યુકોરમાઇકોસીસ દર્દીઓ સામે આવ્યા
- મ્યુકોરમાઇકોસીસ દર્દીઓ સામે વહીવટી તંત્ર દ્વારા સારવાર શરૂ
- બનાસકાંઠા જિલ્લામાં મ્યુકોરમાઇકોસીસના બે દર્દીઓ આવ્યા સામે
- પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા
બનાસકાંઠા : હજૂ તો સમગ્ર દુનિયા કોરોના વાઇરસ સામે લડી રહી છે, તેવામાં હવે મ્યુકોરમાઇકોસીસ નામનો રોગ માનવ જાત પર કહેર વરસવા તૈયાર થઈ ગયો છે, બનાસકાંઠા જિલ્લામાં પણ મ્યુકોરમાઇકોસીસના બે દર્દીઓ સામે આવતા જ જિલ્લાના આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચ્યો છે. ધાનેરાના 65 વર્ષીય નવાજી ચૌધરી અને પાલનપુરના 21 વર્ષીય અભિષેક ગોહિલ નામના બન્ને વ્યક્તિને મ્યુકોરમાઇકોસીસના લક્ષણો જણાતા તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા, પરંતુ આ બન્ને દર્દીઓની હાલત વધુ ગંભીર જણાતા તેમને પ્રાથમિક સારવાર આપીને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા છે. આ બન્ને દર્દીઓને અગાઉ કોરોના થયો હતો અને તેની સારવાર લીધા બાદ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેમને મ્યુકોરમાઇકોસીસની ઝપેટમાં આવ્યા હતા.
આ પણ વાંચો -રાજ્ય સરકાર દ્વારા તમામ સિવિલ હોસ્પિટલ્સમાં મ્યુકોરમાઇકોસીસ માટે વોર્ડ શરૂ કરાશે
મ્યુકોરમાઇકોસીસના લક્ષણો
કોરોનાના સાજા થયેલા દર્દીઓ તો ખાસ કરીને એવા દર્દીઓ કે જેમણે ડાયાબિટીસ, કિડની, કે કેન્સર જેવી બીમારી ધરાવતાં હોય છે, તેવા કેટલાક દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસના લક્ષણોમાં જોવા મળે છે. મુજબ છે. મ્યુકોરમાઇકોસીસના લક્ષણો આ મુજબ છે.
- એક બાજુનો ચહેરા પર સોજો આવવો
- માથાનો દુઃખાવો
- નાક બંધ થવું
- સાઇનસની તકલીફ મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો અને તેમાં વધારો થવો
- આંખમાં દુઃખાવો થવો
- દ્રષ્ટિ ઓછી થવી
- તાવ, કફ અને છાતીમાં દુઃખાવો થવો
- શ્વાસ રૂંધાવો
- પેટનો દુખાવો
- ઉબકા આવવા કે ઉલટી થવી
- આંતરડામાં રક્તસ્ત્રાવ થવો
આ પણ વાંચો -મ્યુકોરમાઇકોસીસ નવો રોગ નથી, કે ન તો ચેપી રોગ.. જાણો વિગતે…
મ્યુકોરમાઇકોસીસથી બચવા શું કરવું?
- મ્યુકોરમાઇકોસીસથી બચવા માટે N95 માસ્ક પહેરવું
- વધુ પડતી ધૂળ સાથેનો સંસર્ગ ટાળવો
- ત્વચા પર લાગેલો ઘા તરત જ સાબુ-પાણીથી સાફ કરવો મ્યુકોરમાઇકોસીસ દર્દીઓ સામે વહીવટી તંત્ર દ્વારા સારવાર શરૂ
મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો