બનાસકાંઠાઃ જિલ્લો જાણે મીની યુપી બની ગયો હોય તેમ રોજબરોજની એક બાદ એક ક્રાઈમની ઘટનાઓ સામે આવી રહી છે. ક્યાંક હત્યા થઈ રહી છે, તો ક્યાંક આત્મહત્યા. ગત ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લો લોહિયાળ સાબિત થઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. ક્યાંક પૈસાની ઉઘરાણીમાં હત્યા થાય છે, તો ક્યાંક નજીવી બાબતને લઈ લોકો આત્મહત્યા જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, ત્યારે ડીસા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા અવાવરૂ કુવામાંથી 2 મૃતદેહ મળી આવ્યા છે.
ડીસામાંથી 2 યુવકોના મૃતદેહ મળ્યા
- બન્ને યુવકો સંબંધમાં પિતરાઈ ભાઈ છે
- 28 દિવસથી હતા ગુમ
- ઘરેથી કપડા ખરીદવાનું કહી નીકળ્યા હતા
- મોબાઈલ લોકેશનના આધારે પોલીસને મળ્યા બન્ને યુવકો
- પરિવારે કરી હત્યાની આશંકા
આ યુવકોમાંથી એક યુવકની રાધનપુર તાલુકાના સીનાડ ગામના રણજિત ઠાકોર અને બીજોની વાવ તાલુકાના જામડાં ગામના રણછોડ ઠાકોર તરીકે ઓળખ થઇ છે. આ બન્ને યુવકો પિતરાઈ ભાઈ છે અને 31 મેના રોજ ભાભર કપડાં ખરીદવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ બન્ને ભાઈ પરત નહીં આવવાથી પરિવારજનોએ ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.