- ધાનેરામાં બે દિવસ અગાઉ આઠ દુકાનોના તાળા તૂટ્યાં હતા
- પોલીસે બે આરોપીઓને કરી અટકાયત
- બે દિવસમાં જ ચોર ઝડપાઇ જતા વેપારીઓ અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો
બનાસકાંઠા: ધાનેરામાં બે દિવસ અગાઉ મોડી રાત્રે તસ્કરો આઠ દુકાનના તાળા તોડીને ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી હતી. જેમાં ધાનેરા શહેરની વચ્ચે આવેલા અંબિકા શોપીંગ સેન્ટરમાં આવેલી 8 દુકાનોને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી. રાત્રીના સમયે 8 દુકાનોના શટર તોડીને તસ્કરો દુકાનમાં પ્રવેશ્યાં હતા અને અલગ- અલગ દુકાનોમાંથી અંદાજીત પચાસ હજાર રૂપિયાના માલમત્તાની ચોરી કરી હતી. બીજા દિવસે વહેલી સવારે ચોરી થઈ હોવાની જાણ થતાં જ ધાનેરા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં તપાસ કરતા ચોરી કરવા આવેલા 3 અજાણ્યા તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા હતા. જેથી પોલીસે CCTV કેમેરામાં દેખાતા અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
ધાનેરામાં બે દિવસ અગાઉ થયેલી ચોરીના મામલે 2ની ધરપકડ કરાઈ આ પણ વાંચો :પોરબંદરમાં ધોળા દિવસે ચોરીનો બનાવ
ધાનેરા પોલીસે બે દિવસ અગાઉ થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો
ધાનેરા શહેરમાં બે દિવસ અગાઉ એક જ રાતમાં 10 દુકાનોના તાળા તોડી તસ્કરો ચોરી ગયા હતા. જે મામલે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત અંબિકા કોમ્પલેક્ષમાં મોડી રાત્રે અલગ- અલગ 10 દુકાનોનાં તાળાં તોડ્યા હતા અને દુકાનમાંથી નાની- મોટી ચોરી કરી અંદાજિત 50 હજારથી પણ વધુ મુદ્દામાલની ચોરી કરી હતી. જોકે આ બંન્ને તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા હતા. આ બનાવને પગલે ધાનેરા પોલીસ અને LCBની ટીમે અલગ- અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. જેમાં ચોરી કરનારા વિપુલ લુહાર અને રવિ મોચી નામના બે શખ્સો ડીસાથી ઝડપાઇ ગયા હતા. પોલીસે તેમની પાસેથી 55 હજાર રૂપિયાનો મુદામાલ પણ જપ્ત કર્યો છે અને આ બન્ને શખ્સોએ અગાઉ ક્યાં ચોરી કરી છે અને કેટલા ગુનાઓમાં સંડોવાયેલા છે તે અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :બનાસકાંઠાના ધાનેરામાં બંધ મકાનમાંથી ધોળા દિવસે તસ્કરોએ કરી ચોરી
બે દિવસમાં જ ચોરી ઝડપાઇ જતા વેપારીઓ અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો
ધાનેરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરીની મોટી મોટી ઘટના સામે આવી રહી હતી. ધાનેરામાં તસ્કરોને જાણે પોલીસથી સહેજ પણ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીઓની મોટી ઘટનાઓ અંજામ આપી રહ્યાં હતા. બે દિવસ અગાઉ ધાનેરાના અંબિકા શોપીંગ સેન્ટરમાં બે તસ્કરોએ આઠ દુકાનોને નિશાન બનાવીને હજારો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. વારંવાર ધાનેરામાં બનતી ચોરીઓની ઘટનાથી દુકાનોના વેપારીઓએ અને સ્થાનિક લોકો ભારે હેરાનગતિ ભોગવતા હતા, ત્યારે બે દિવસ અગાઉ થયેલી ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડતા સ્થાનિક લોકો અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.