ગુજરાત

gujarat

આજીવન કુવારા રહ્યા, સાત પેઢી જોઈને 169 વર્ષના દાદીએ છેલ્લા શ્વાસ લીધા

By

Published : Jul 22, 2022, 7:48 PM IST

બનાસકાંઠાના ડીસા તાલુકાના રોબસ ગામના 169 વર્ષના દાદીમાએ (Robus village 169 year old grandmother )છેલ્લો શ્વાસ લીધો હતો. સાત પેઢી સુધી દાદીમાએ સંતાનો રમાડ્યા હતા. 169 વર્ષ બાદ તેઓએ આ દુનિયા છોડતા સમગ્ર ગામ તેમની અંતિમયાત્રામાં જોડાયું હતું.

સાત પેઢી જોઈને 169 વર્ષના દાદીએ છેલ્લા શ્વાસ લીધા
સાત પેઢી જોઈને 169 વર્ષના દાદીએ છેલ્લા શ્વાસ લીધા

બનાસકાંઠા: ડીસા તાલુકાના રોબસ ગામના 169 વર્ષના દાદી પુરબહેન ચૌધરીએ આ દુનિયામાંથી (Robus village 169 year old grandmother )વિદાય લીધી છે. તેમના છેલ્લા શ્વાસ સુધી નીરોગી દાદીએ પોતાનો દેહ છોડ્યો કદાચ રાજ્યમાં સૌથી મોટી ઉંમરના વૃદ્ધ સાત પેઢી જોઈને આ દુનિયામાંથી વિદાય લીધી છે.

આ પણ વાંચોઃવિતેલા જમાનાની જાજરમાન અભિનેત્રી અને પદ્મવિભૂષણ ઝોહરા સેહગલની આજે પુણ્યતિથિ

રોબસ ગામના દાદીમા પુરબહેન જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી ગામમાં દરેક સમાજની સાથે રહેતા હતા. આજે પણ તેમની વિદાય થઈ ગઈ હોવા છતાં પણ સમગ્ર ગામ તેમને યાદ કરી રહ્યું છે. દાદીમાં રોબસ ગામમાં જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી હંમેશા પ્રેમાળુ સ્વભાવ તરીકે ઓળખાયા છે જેને કારણે આજે પણ લોકોના દિલમાં દાદીમાં વસી રહ્યા છે. ઇતિહાસમાં લગભગ અત્યાર સુધી સૌથી વધુ સમયગાળો આ સંસારમાં ગુજાર્યો હતો.

દાદીમાંનું જીવન સરળ અને નિરોગી -રોબસ ગામે રહેતા 169 વર્ષના દાદીમા પુરબહેન ચૌધરીના પરિવારના (169 year old grandmother Purbahan Choudhary)જણાવ્યા મુજબ દાદીમા આજીવન કુવારા રહ્યા હતા. દાદીમાં પોતાના માતા પિતાના માત્ર એકલા સંતાન હતા તેમના અન્ય કોઈ ભાઈ બહેનના હતા. તેમના પિતાએ અન્ય ભાઈના દીકરાને પોતાના દીકરા તરીકે દત્તક લીધો હતો બારોટના ચોપડે તેમની ઉંમર ચાર વર્ષ અગાઉ 165 વર્ષ હતી તેવા હાઈટમાં નીચા હતા તેઓ છેલ્લે સુધી નાહવાના કપડા ધોવાનું જાતે કરતા અને પોતાના કામો પણ જાતે જ કરતા હતા તેઓ સાદા એ ભર્યું જીવન જીવતા હતા અને તેઓ નીરોગી અને તંદુરસ્ત રહ્યા ત્યારે ઇન્જેક્શન કે દવા પણ લીધી ન હતી. જેના કારણે 169 વર્ષની ઉંમરે પણ તેઓ નીરોગી રહી આ સંસારમાંથી વિદાય લીધી હતી.

આ પણ વાંચોઃયુવાનોને મ્હાત આપતા દાદીએ કર્યા ગંગામાં સ્ટંટ, જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

અંતિમયાત્રામાં આખું ગામ જોડાયું -169 વર્ષની ઉંમરે રોબસ ગામના દાદીમાએ વિદાય લેતા તેમની અંતિમયાત્રામાં આખું ગામ જોડાયું હતું. રોબસ ગામે જ્યાં સુધી દાદીમાએ પોતાનું જીવન પસાર કર્યું ત્યાં સુધી દરેક લોકોને સાથે રાખી જીવન પસાર કરતા હતા. તેમના પરિવારમાં પણ પોતે એકના એક હોવાના કારણે તેઓ હંમેશાં અન્ય લોકોની મદદ કરતા હતા ત્યારે તેમની અંતિમયાત્રામાં દરેક લોકોની આંખમાં આંસુ જોવા મળ્યા હતા. દાદીમાં હંમેશા પ્રેમાળ સ્વભાવના હોવાના કારણે આજે પણ રોબસ ગામમાં લોકો દાદીમાને યાદ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details