સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીમાં 15મો પદવીદાન સમારોહ યોજાયો, 495 વિદ્યાર્થીઓને રાજ્યપાલ દ્વારા પદવી એનાયત - latest news of gujarat
બનાસકાંઠા: દાંતીવાડાની સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીમાં 15મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં યુનિવર્સિટીના કુલ 495 જેટલા સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પદવી એનાયત કરવામાં આવી. તો આ સાથે 28 વિદ્યાર્થીઓને સુવર્ણપદક એનાયત કરવામાં આવ્યા હતા. પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સાથે રાજ્યના કૃષિપ્રધાન આર.સી ફળદુ ઉપસ્થિત રહ્યા હતા. પદવી એનાયત થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલી અને સૌથી મોટી ગણાતી સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીમાં 15મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં સ્નાતક અને અનુસ્નાતક થયેલા કુલ 495 વિધાર્થીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પદવીઓ એનાયત કરવામાં આવી. તેમજ કુલ 28 વિદ્યાર્થીઓને સુવર્ણપદક એનાયત કરવામાં આવ્યા હતા. આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સાથે રાજ્યના કૃષિપ્રધાન આર.સી ફળદુ, દેશની અનેક કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે રાજ્યપાલે સંબોધન કરતા કહ્યું કે,જે પણ વિદ્યાર્થીઓએ કૃષિ યુનિવર્સિટીમાંથી પદવી લીધી છે તે કૃષિ ક્ષેત્રની પ્રગતિ માટે કામ કરે.આ પ્રસંગે પદવી તેમજ સુવર્ણપદક મેળવનાર વિદ્યાર્થીઓએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી.