ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર વધતા ધાનેરામાં 144 કલમ લાગુ - કન્ટેન્મેન્ટ એરિયા

બનાસકાંઠાના ધાનેરામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે કન્ટેન્મેન્ટ એરિયામાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. આગામી એક મહિના સુધી 23 જેટલા વિસ્તારોમાં સાંજના સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી નાયબ કલેકટરે લોકોની અવરજવર પણ સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે.

Banaskantha
બનાસકાંઠા

By

Published : Sep 25, 2020, 1:52 PM IST

બનાસકાંઠા : જિલ્લામાં કોરોના વાઇરસ કહેર વરસાવી રહ્યો છે. ત્યારે ધાનેરામાં દિવસેને દિવસે સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ખૂબ જ ઝડપી ગતિએ વધારો થઇ રહ્યો છે. તેવામાં કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે નાયબ કલેક્ટરે કન્ટેન્મેન્ટ એરિયામાં ધારા 144 લાગુ કરી છે. ધાનેરામાં 23 જેટલા કન્ટેનમેન્ટ એરિયા છે, જે તમામ એરિયામાં સાંજના સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર વધતા ધાનેરામાં 144 લાગુ

આ ઉપરાંત શહેરમાં માસ્ક અને સોશિયલ બાબતે લોકો બેદરકાર બનતા અત્યારે 125 કરતા પણ વધુ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 40 જેટલા કેસ હાલ એક્ટિવ છે. ત્યારે કોરોના વાઇરસ શહેરને વધુ ભરડામાં ન લે તે માટે નાયબ કલેકટર વાય.પી.ઠક્કરે ધારા 144 લાગુ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details