ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં 14 જેટલાં અસામાજિક તત્વોને પાસા હેઠળ જેલમાં ધકેલાયા

રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલે મહત્વનો નિર્ણય લઇ આવારા તત્વો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

palanpur news
palanpur news

By

Published : Dec 30, 2020, 10:18 PM IST

  • બનાસકાંઠામાં ગુનાખોરી રોકવા જિલ્લા કલેક્ટરનું પ્રસંશનીય પગલું
  • 14 આરોપીઓને પાસા હેઠળ જેલમાં ધકેલાયા
  • તમામ આરોપી ઘરફોડ ચોરી, ધાડ જેવા ગુનામાં ઝડપાયેલા છે

બનાસકાંઠાઃ રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર આનંદ પટેલે મહત્વનો નિર્ણય લઇ આવારા તત્વો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જેને જિલ્લાવાસીઓ પણ આવકારી રહ્યાં છે. ડિસેમ્બર મહિનામાં ગંભીર ગુનાઓમાં પકડાયેલા 14 જેટલાં આરોપીઓને (પાસા) હેઠળ જેલમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે.

  • જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રાંત અધિકારીઓની આપી સૂચના


પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રાંત અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અસામાજિક તત્વો અને દુષણ ડામવાની તાકીદે કાર્યવાહી કરવા જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલે તમામ પ્રાંત અધિકારીઓને સૂચના આપી છે.

  • તમામ આરોપીઓને પાસા હેઠળ જેલમાં ધકેલાયા

અસામાજિક પ્રવૃતિ અટકાવવાના અધિનિયમ-1985 હેઠળ જિલ્લામાં ડિસેમ્બર મહિનામાં બનેલી ચોરી, લૂંટ, ઘરફોડ ચોરી, અપહરણ, ધાડ જેવા ગંભીર ગુનાઓમાં પકડાયેલા 14 જેટલાં આરોપીને પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં ધકેલવામાં આવ્યા છે. જેનાથી બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ભય અને ફફડાટ વ્યાપો છે.

ABOUT THE AUTHOR

...view details