બનાકાંઠા: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક બોર્ડ દ્વારા ચાલુ વર્ષે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લેવામાં આવી હતી. દર વર્ષે ધોરણ10 અને 12નું પરિણામ શહેરી વિસ્તારમાં ઊંચું જોવા મળતું હતું. પરંતુ આ વર્ષે બનાસકાંઠા જિલ્લો બંન્નેવાર પરિણામમાં બાજી મારી ગયુ છે. ખાસ કરીને આ વર્ષનું સૌથી ઊંચું પરિણામ ગ્રામીણ વિસ્તારમાં આવતા શિક્ષણ વિભાગમાં પણ ખુશી જોવા મળી રહી છે.
બનાસકાંઠા જિલ્લો ફરી 12માં ધોરણમાં પ્રથમ - બનાસકાંઠા જિલ્લો
ચાલુ વર્ષે લેવામાં આવેલ ધોરણ 12ની પરીક્ષાઓમાં બનાસકાંઠા જિલ્લાનું નામ મોખરે રહ્યું છે. ત્યારે ધોરણ 12 આર્ટસની પરીક્ષાનું પરિણામ આવતા બનાસકાંઠા જિલ્લાએ ફરી એકવાર બાજી મારી અને ગુજરાતમાં પ્રથમ નંબર મેળવ્યો હતો.
ત્યારે આ વર્ષે લેવાયેલ પરીક્ષાઓમાં બનાસકાંઠા જિલ્લાએ ફરી એકવાર 12માં ધોરણના પરિણામ ગુજરાત લેવલે ડંકો વગાડયો છે. દસમા ધોરણની પરીક્ષામાં પણ વાવ તાલુકાનું સપ્રેડા કેન્દ્ર બનાસકાંઠા જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે રહ્યું હતું. ત્યારબાદ સોમવારે બારમા ધોરણના પરિણામમાં પણ સૌથી ઉંચું પરિણામ મેળવવામાં બનાસકાંઠાના દિયોદર તાલુકાના સોની કેન્દ્ર એ બાજી મારી છે.
સમગ્ર ગુજરાતમાં સોની કેન્દ્રનું પરિણામ સૌથી ઊંચું આવ્યું છે. સોની કેન્દ્રનું પરિણામ 97.76 ટકા આવતા સમગ્ર ગુજરાતમાં પ્રથમ રહ્યું છે. એક સમયે બનાસકાંઠા જિલ્લો શિક્ષણમાં પછાત ગણાતો હતો. પરંતુ હવે એ છાપને બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગે અને વિદ્યાર્થીઓ ભૂંસી નાખવામાં સફળ રહ્યું છે અને આ વખતે દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ રહેતા શિક્ષણ વિભાગ સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓની છાતી પણ ગજગજ ફૂલી ગઈ છે. જોકે શાળાના સંચાલકો હજુ પણ સારું પરિણામ મેળવવા માટે પ્રયત્નશીલ રહેશે તેમ જણાવ્યું હતું.