ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં તસ્કરોનો હાથ ફેરો, ઈન્ડેન ગેસ એજન્સીના ગોડાઉનમાંથી 114 બોટલની ચોરી - ડીસામાં ચોરીટ

બનાસકાંઠાના ડીસામાં ઈન્ડેન ગેસના ગોડાઉનમાંથી ગેસના બાટલાની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને એજન્સીના માલિકની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ડીસામાં તસ્કરોનો હાથ ફેરો, ઇન્ડિયન ગેસ એજન્સીમાં 114 બોટલ ગેસની ચોરી થઈ
ડીસામાં તસ્કરોનો હાથ ફેરો, ઈન્ડેન ગેસ એજન્સીના ગોડાઉનમાંથી 114 બોટલની ચોરી

By

Published : Oct 5, 2020, 10:43 PM IST

બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાઈરસની મહામારી વચ્ચે તસ્કરો બેફામ બન્યા છે, અનેક બંઘ મકાન અને દુકાનોને તસ્કરો પોતાનો નિશાનો બનાવ્યો છે. ડીસામાં ઢૂવા રોડ પર આવેલ ઈન્ડેન ગેસના ગોડાઉનમાં પણ ત્રાટકયા છે. ડીસા જીઆઈડીસી વિસ્તાર પાસેથી પસાર થતા ઢુવા રોડ પર આવેલા ઈન્ડેન ગેસના ગોડાઉનમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા અને ગેસના 114 બોટલની ચોરી કરી ફરાર થઈ ગયા છે.

ડીસામાં તસ્કરોનો હાથ ફેરો, ઇન્ડિયન ગેસ એજન્સીમાં 114 બોટલ ગેસની ચોરી થઈ

ઈન્ડેન ગેસ એજન્સીના સંચાલકોને સવારે જાણ થતા ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી. બનાવ ને પગલે પોલીસ ગોડાઉન પર આવી હતી અને ગોડાઉનમાં તપાસ કરતા તાળું તોડી અજાણ્યા તસ્કરો ગોડાઉનમાં પ્રવેશ્યા હતા અને 1.65 લાખ રૂપિયાની 114 બાટલોની ચોરી કરી હોવાનું માલુમ પડ્યું હતું.

ડીસામાં તસ્કરોનો હાથ ફેરો, ઇન્ડિયન ગેસ એજન્સીમાં 114 બોટલ ગેસની ચોરી થઈ

પોલીસે એજન્સીના સંચાલક જયાબેન ફરિયાદ પરમારની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડીસામાં તસ્કરોનો હાથ ફેરો, ઈન્ડેન ગેસ એજન્સીના ગોડાઉનમાંથી 114 બોટલની ચોરી

ABOUT THE AUTHOR

...view details